પતિની સાથે દરરોજ 5 મિનિટ સેક્સ કરવું જોઈએ, વર્લ્ડ ફેમસ મોડલના નિવેદનથી દુનિયામાં ખલબલી મચી ગઈ

GUJARAT

અમેરિકાની જાણીતી મોડલ કૈપ્રિસ બોરેટના એક નિવેદનને લઈને દુનિયાભરમાં હંગામો મચી ગયો છે. એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુંમાં કૈપ્રિસે સેક્સ અને પતિ પત્નીના સંબંધો ઉપર પોતાનો મત રજુ કર્યો હતો.

કૈપ્રિસનો આ મત લોકોને પસંદ ન આવ્યો અને આ નિવેદન માટે તેની ટીકા કરવા લાગ્યા છે. 49 વર્ષીય મોડલનું કહેવું છે કે મહિલાઓએ તેના પતિને સેક્સ માટે ક્યારેય ના કહેવી જોઈએ. તેમણે મહિલાઓને સલાહ આપી હતી કે તમારા પતિ સાથે નિયમિત પણે યૌન સંબંધ બનાવો. તેના માટે વધારે સમય નિકાળવાની જરૂર નથી આ સ્ટેસ ઓછો કરે છે.

એક મેગેજીનને આપેલા ઈન્ટરવ્યુંમાં તેમણે કહ્યું કે તમે એમ ના કહી શકો કે તમે થાકી ગયા છો અથવા તો માથામાં દુઃખાવો છે. ના તેના માટે તમારે માત્ર 5થી 10 મિનિટનો સમય કાઢવાનો હોય છે. બે બાળકોની માં કેપ્રિસે મહિલાઓને સલાહ આપી છે કે બેડરૂમની સાથે જોડાયેલી કોઈપણ ફરિયાદ ન કરો. વધુમા કેપ્રિસે જણાવ્યુ હતું કે પુરુષો બહુ જ ભોળા હોય છે. તેને ખુશ કરવા એકદમ સરળ હોય છે. જમાવાનું આપીને, વખાણ કરીને અને સેક્સ દ્વારા તેમનું દિલ જીતી શકાય છે.

એક ખાનગી મેગેજીનમાં છપાયેલા રિપોર્ટ મુજબ કેપ્રિસે કહ્યું કે, પહેલા લોકડાઉન દરમિયાન હું ખુબ જ એક્ટિવ અને ક્રિએટિવ હતી. પરંતુ બીજું લોકડાઉન મારા માટે તણાવયુક્ત રહ્યું. તણાવને દૂર કરવા માટે સેક્સ ખુબ જ કામ આવ્યું હતું. તેમનું કહેવું છે કે સેક્સ વગર સંબંધ પૂરો થઈ જાય છે અને તમારે તેને જીવીત રાખવાની કોશિશ કરવી જોઈએ.

ઉલ્લેખનિય છે કે કેપ્રિસ વર્ષ 2011માં ફાઈનેંસર Ty Comfortને સામાન્ય મિત્રોની માફક મળી હતી. બંનેએ વર્ષ 2019માં લગ્ન કર્યા. આ દંપતિને આજે બે બાળકો જેટ અને જેક્સ છે. કેપ્રિસે કહ્યું કે લગ્ન પછી જીંદગી પ્રત્યે તેમની નજર એકદમથી બદલી ગઈ હતી. હાલમાં મોડલના આ ઈન્ટરવ્યું ખુબ જ ટીકા કરવામાં આવી રહી છે. લોકો આ નિવેદન અને વાતોને બકવાક કહી રહ્યા છે. કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. તો કેટલાક લોકો તેના પર ગુસ્સે થયા છે.

Leave a Reply

Your email address will not be published.