સવાલઃ મારા પતિની એક વિચિત્ર આદત છે. તેઓ ઈચ્છે છે કે જ્યારે પણ હું તેમને બ્લોજોબ આપું તો એ સેશન પહેલા હું પાન ખાઉં અને પછી તેમને બ્લોજોબ આપું. શું તમને એવું લાગે છે કે તેમની આ આદત નોર્મલ છે? શું આના કારણે સ્પર્મ કાઉન્ટ પર કોઈ રીતની અસર પડશે ખરી?
જવાબઃ મને આ વિશે ખબર નથી કે તેમની આવી કોઈ વિચિત્ર આદતથી તેમના સ્પર્મ કાઉન્ટ પર અસર પડશે કે નહીં પરંતુ આમ કરવાથી ઈન્ફેક્શન થવાનો ભય જરુર રહેલો છે.આથી તેમને આ વિશે અચૂક જણાવવું જોઈએ.
સવાલ: હું 29 વર્ષીય યુવક છું, 2 વર્ષ પહેલા મારા લગ્ન થયા છે. વર્ષ 2015માં જ્યારે પહેલી વખત હું મારી પત્નીને મળ્યો હતો ત્યારથી હું દરરોજ માસ્ટરબેટ કરી રહ્યો છું. ગત મહિને અમે કૉન્ડોમ સાથે પહેલી વખત ઈન્ટરકોર્સ કર્યો કારણકે આ પહેલા અમે જ્યારે પણ કૉન્ડોમ વિના સેક્સ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મારી પત્નીને દર્દનો અનુભવ થયો હતો.
પણ, હવે મારું ઈજેક્યુલેશન નબળું થઈ ગયું છે અને મારો ટાઈમિંગ પણ ઘટીને 1 મિનિટનો થઈ ગયો છે. ઈન્ટરકોર્સ હોય કે પછી ઓરલ સેક્સ, હું જલદી થાકી જાઉં છું અને નબળાઈનો અનુભવ થાય છે. સીડી ચઢું ત્યારે પણ થાકી જાઉં છું. હું સ્ટેમિના વધારીને પત્નીને કેવી રીતે સંતોષ આપી શકું? મને ખ્યાલ છે કે મારી પત્નીને સંતોષ નથી અને તે ઈચ્છે છે કે અમારે વધુ ઈન્ટરકોર્સ કરવો જોઈએ.
જવાબ: સૌપ્રથમ તમારે તમારા શરીરનો સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કરાવવો જોઈએ, કારણકે આટલી નાની ઉંમરમાં તમને કઈ સમસ્યા નડી રહી છે તે જાણવું જરૂરી છે. જો કારણ જાણવા મળે તો જલદી ઈલાજ કરાવવો જોઈએ. કૉન્ડોમના ઉપયોગથી ઈન્ફેક્શન નથી થતું અને સાથે લુબ્રિકેશન પણ મળે છે. જો પત્નીને વધારે દર્દનો અનુભવ થઈ રહ્યો છે તો પત્નીને કહો કે તેઓ ઈન્ટરકોર્સની 15 મિનિટ પહેલા લોકલ એનસ્થેટિક ક્રીમ લૉક્સ 2પર્સેન્ટ જેલનો ઉપયોગ કરે.