પતિના મોબાઈલમાં પત્નીને દેખાયા અન્ય સ્ત્રી સાથેના ફોટા, વાત પહોંચી પોલીસ સ્ટેશન

GUJARAT

આજના સફળ દંપતી જીવનમાં અફેરનુ દૂષણ ઘૂસી ગયુ છે. પતિ અથવા પત્નીના અન્યત્ર સંબંધોને કારણે અનેક લગ્નજીવનમાં ભંગાણ પડી રહ્યાં છે. બેડરૂમથી શરૂ થતા ઝઘડા ડિવોર્સ સુધી પહોંચી રહ્યાં છે. અમદાવાદનો એક કિસ્સો ચર્ચાના ચગડોળે ચઢ્યો છે, જેમાં પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધનો ભાંડો ફૂટ્યો હતો. આખરે વાત છૂટાછેડા પર પહોંચી હતી.

બન્યુ એમ હતુ કે, શાહીબાગ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય મહિલાએ પતિ અને સાસરી પક્ષના લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. ગત વર્ષે મહિલાના લગ્ન થયા હતા.

જેમાં લગ્નના બે મહિના બાદથી સાસરીવાળા તેની પાસેથી દહેજની માંગણી કરવા લાગ્યા હતા. આ કારણે પતિ પત્ની વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. સાસરીવાળા દ્વારા મહિલા પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. આવામાં મહિલાને પતિના આડા સંબંધોની જાણ થઈ હતી.

મહિલાએ પતિના મોબાઈલમાં અને કમ્પ્યૂટરમાં અન્ય સ્ત્રી સાથેની તેની તસવીરો જોઈ હતી. જેથી પત્નીએ આ વિશે પતિને પૂછતા તે ઉશ્કેરાઈ ગયો હતો. આ મામલે મહિલાના પિયર પક્ષના લોકોએ દખલગીરી કરી હતી.

જેમાં પતિના આડા સંબંધોની વાત ઉછળી હતી. જેમાં ઉશ્કેરાયેલા પતિએ બધાની હાજરીમાં પત્નીને લાફો ઝીંક્યો હતો. ત્યારે મહિલાએ સાસરીનું ઘર છોડીને પિયરમાં રહેવાનુ શરૂ કર્યુ હતું. આખરે મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીના ત્રણ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published.