પતિએ કોબરા કરડાવી કર્યું પત્નીનું મર્ડર, કેરળ કોર્ટે સંભળાવી દીધી આ સજા

nation

કેરળના કોલ્લમમાં કોર્ટે બુધવારે કોબરા સાપ કરડાવીને પત્ની (ઉથરા)ની હત્યા કરનારા આરોપી વ્યક્તિને આજીવન કેદની સજા સંભળાવી છે. આ પહેલા સૂરજ નામના વ્યક્તિને ગયા વર્ષે 23 વર્ષની પત્ની ઉથરાને ઊંઘમાં એક કોબરા સાપ કરડાવીને તેની હત્યા કરવા માટે દોષી ઠરાવ્યો હતો. વ્યક્તિએ તેને એક દુર્ઘટના ગણાવવાની કોશિશ કરી પણ તેમાં તે સફળ રહ્યો નહીં.

આરોપી પર લગાવવામાં આવી છે આ કલમ

પત્નીને મારી નાંખવાનો ખાસ પ્લાન કરનારા પતિ સૂરજને સોમવારે આઈપીસીની કલમ 302માં હત્યા, 307માં હત્યાનો પ્રયાસ, 328 અને 201ના આધારે દોષી ગણવામાં આવ્યો છે.

પોલીસે આ રીતે મેળવ્યો ઘટનાનો તાગ

અરજદાર પક્ષે કહ્યું કે 7મે 2020ના રોજ પણ તેને નશીલા પદાર્થ આપીને તેની પર કોબરા છોડી દેવાયો હતો. 25 વર્ષની મહિલાને એક સાપના કરડતા પહેલા તેની સારવાર ચાલી રહી હતી અને પછી તેના પતિએ તેની ઉપર એર અન્ય ઝેરીલો કોબરા છોડી દીધો. પીડિત પક્ષની તરફથી કહેવાયું છે કે પહેલા સાપના કરડાવવા છતાં તે બચી ગઈ અને બીજી વખત કોબરાના કારણે તેનું મોત થયું. હાલમાં મળતી માહિતિ અનુસાર દોષીને કોર્ટે આજીવન કેદની સજા આપી છે. આ સાથે આરોપીને ઝડપી લેવા માટે અને કેસ ઉકેલવામાં મદદ કરવા માટે પોલીસ ટીમના વખાણ પણ થઈ રહ્યા છે. મહિલાના પરિવારને ત્યારે શંકા થઈ જ્યારે તેના પતિએ પત્નીની સંપત્તિને પોતાના નામે કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસની માહિતી અનુસાર તે પત્નીના ઘરેણા, કેશ અને અન્ય સંપત્તિ લઈ લીધા બાદ બીજા લગ્ન કરવાની ફિરાકમાં હતો. સાપને પણ તે અન્ય એક દોસ્તની મદદથી લાવ્યો હતો. એક મહિના સુધી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પત્ની ઉથરા પાછી આવી નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *