‘પતિ, પત્ની ઔર વો’ આડા સંબંધનો કરૂણ અંજામ, બે લોહિયાળ કજિયા, રાજકોટમાં પતિનું, મોરબીમાં પ્રેમીની હત્યા

GUJARAT

લગ્નેતર સંબંધોના કારણે ‘ પતિ, પત્ની ઔર વો ‘ માં થયેલા લોહિયાળ કજિયામાં રાજકોટ અને મોરબીમાં બે બનાવમાં એકમાં પતિનું જયારે એકમાં પ્રેમીનું ખૂન થયું છે. રાજકોટમાં જામનગર રોડ ઉપર આઈઓસીના ડેપો પાસેના રેલવેના ગ્રાઉન્ડમાં અવાવરૂ જગ્યાએથી ગત તારીખ 4ના રોજ અજાણ્યા પ્રોઢની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી.

પ્રોઢના માથામાં ઈજાના નિશાન હોય હત્યાની શંકાએ ફેરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા પ્રોઢની હત્યા થયાનું બહાર આવ્યું હતું. બનાવને પગલે ગાંધીગ્રામના પીઆઈ વાળા, પીએસઆઈ જનકસિહ રાણા સહિતે તપાસ કરતા મૃતક પ્રોઢ માધાપરના ઇશ્વરિયા પાર્કમાં રહેતા સાગરભાઈ જમનાદાસ રાઠોડ ઉ.55 વર્ષ અને ઘરે દરજીકામ કરી ગુજરાન ચલાવતા હોવાનું ખુલ્યું હતું અને ગત તારીખ 3ના રોજ રામાપીર ચોકડીએથી તેની પત્ની સંગીતા અને સંતાનોથી અલગ પડયા બાદ લાપતા થયા હતા.

પત્ની સંગીતા ઉ.35ની પુછતાછમાં તેના લગ્ન દસેક વર્ષ પહેલા સાગરભાઈ સાથે થયા હતા સંતાનમાં એક પુત્રી કાવ્યા અને એક પુત્ર જય છે. ગત તા.3ના રોજ ઘરમાં રાંધણ ગેસનો બાટલો ખૂટી ગયો હોય જેથી પતિ-પત્ની સંતાનો રીક્ષામાં બેસી રામાપીર ચોકડી સુધી પહોંચ્યા હતા, ત્યાં મોબાઈલમાં રીચાર્જ કરાવવા માટે સાગરભાઈ રીક્ષામાંથી ઉતરી ગયા હતા અને પત્ની- સંતાનો સાળી દીપિકાના ઘરે રૈયાધાર ગયા હતા મોડે સુધી પતી તેડવા ન આવતા પતી માધાપર ઘરે જતા રહ્યાનું સમજી ત્યાં બે દિવસ રોકાયા હતા.

દરમિયાન પત્ની સંગીતા ઘરે જતા મકાન બંધ હોય પતિ જોવા ન મળતા શોધખોળ બાદ ગાંધીગ્રામ પોલીસમાં ગુમ થયાની જાણ કરતા ગત તા.4ના રોજ પ્રોઢની લાશ મળી હોય તે પતી સાગરભાઈની હોવાનું રટણ કર્યું હતું બનાવને પગલે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વી કે ગઢવીએ પત્ની સંગીતા, સાગરભાઈના મિત્ર સંજય ઉર્ફે છોટીયો પાસવાન, સાગરભાઈની સાળી સહિતનાને ઉઠાવી લઇ આકરી પુછતાછ કરતા છેલ્લા પાંચેક વર્ષથી સંગીતા અને છોટીયો ઉર્ફે સંજયને પ્રેમ સંબંધ હોય જેથી આડખીલીરૂપ બનતો સાગરભાઈને તા. 3ના રોજ છોટીયો જ સાગરભાઈને જામનગર રોડ ઉપર અવાવરું જગ્યાએ લઇ જઈ પથ્થરના ઘા ઝીકી હત્યા કર્યાનુંબહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા વિજયભાઇ કાન્તીલાલ કોટક (ઉ.વ.58)ને રાજકોટ રહેતા ઇકબાલ મકરાણીની નસીમબેન સાથે પ્રેમ સબંધ હતો.પોતાની પત્નીને પરપુરુષ સાથે પ્રેમસબંધ હોવાની જાણ થતાં પતિ ગુસ્સે ભરાયો હતો અને આ બાબતનો ખાર રાખી આરોપી ઇકબાલ મકરાણી તા.4ના રોજ લોખંડના ધારીયા સાથે વિજયભાઇ કોટકના ઘરે ઘસી જઈને વિજય તથા નસીમબેન ઉપર ધારીયાના ઘા ઝીકયા હતા.

આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વિજયભાઈ કોટકે આજે રાજકોટ ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.આથી મોરબી એ ડિવિઝન પોલીસે અગાઉની ખૂની હુમલાની ફ્રિયાદમાં આરોપી સામે હત્યાની કલબ ઉમેરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.