પથરી, ગેસ સહિતની સમસ્યા થશે દૂર, ખાઓ આ 1 શાક

helth tips

શિયાળો આવતાની સાથે અનેક લીલા શાકભાજી આવવા લાગે છે. ત્યારે જેમા મૂળો પણ ખાસ છે. મૂળો ન માત્ર એક શાકભાજી તરીકે લેવામાં આવે છે પણ તે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. અને ઘણી બીમારીઓ દુર કરવામાં પણ મદદ કરે છે. તો ચાલો મૂળા ખાવાથી થતા લાભ વિષે જાણીએ.

આંખો સારી રહેશે

મૂળામાં ખુબ વધુ પ્રમાણમાં વિટામીન ‘એ’, ‘બી’, ‘સી’ જેવા તત્વો મળી આવે છે જે આપણી આંખોની રોશનીને વધારે છે. રોજ સવારે મૂળા ખાવાથી આંખોની રોશની વધે છે. સવારે ખાવામાં નિયમિત રીતે મૂળાને જરૂર ઉમેરો.

ઊંઘ ન આવવાની તકલીફ દુર થશે

આમ તો રાત્રે મૂળા નાં ખાવા જોઈએ પણ જો તમે પણ ઊંઘ ન આવવાની તકલીફથી પરેશાન છો તો રોજ સાંજે એક મૂળાનું સેવન કરો આમ કરવાથી તમને ઊંઘ સારી આવશે. મૂળામાં ખુબ વધુ પ્રમાણમાં ફાઈબર હોય છે જેના લીધે પેટ ભરેલું રહે છે અને ઊંઘ સારી આવે છે.

મૂળા ખાવાથી ગેસથી છુટકારો મળશે

મૂળા ગેસની તકલીફ માટે રામબાણ છે. મૂળા અને ટામેટાનો સલાડ કે જ્યુસનું સેવન કરવાથી ગેસથી છુટકારો મળે છે. મૂળા ગેસની વધતી ગતિને વધારે છે.જેના કારણે આતરડામાં અટકેલી ગેસ પસાર થઇ જાય છે અને રાહત અનુભવાય છે.

પથરીની સમસ્યા થશે દૂર

મૂળાના રસમાં ક્ષારીય ગુણો હોય છે જેના લીધે તે ગુદા અને મૂત્રમાર્ગની પથરીના રોગીઓ માટે ખુબ લાભદાયક રહે છે. પથરીને લીધે બનતું સંક્રમણ ની સમસ્યા માટે પણ તે ખુબ સારો લાભ કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *