‘પાર્ટનર’ને બચાવવા શમિતાએ કર્યું એવું પરાક્રમ, પછી બહેન શિલ્પા શેટ્ટીએ કહ્યું – તારા પર…

BOLLYWOOD

શમિતા શેટ્ટી બિગ બોસના ઘરમાં રાકેશ બાપટ સાથે તેના કનેક્શનને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ દેખાઈ રહી છે. શોમાં રાકેશ સાથે શમિતાનું બોન્ડ દરરોજ વધુ સ્ટ્રોંગ થઈ રહ્યું છે. બિગ બોસના ઘરમાં રાકેશને નોમિનેશનથી બચાવવા માટે, શમિતાએ પોતાના ઘરેથી આવેલો પત્ર વાંચ્યા વગર જ ફાડી દીધો અને પોતાના કનેક્શનને બચાવવા માટે, પોતે ઘરમાંથી બેઘર થવા માટે નોમિનેટ થઇ ગઈ. હવે શમિતાના આ કારનામા પર તેની બહેન શિલ્પા શેટ્ટીનું રિએક્શન સામે આવ્યું છે.

વાત એમ છે કે શોની એક વીડિયો ક્લિપ શમિતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી હતી, જેમાં શમિતા રાકેશને બચાવવા માટે વિચાર્યા વગર તેના પરિવારના પત્રને ફાડી દે છે અને રાકેશને તેના ઘરેથી આવેલો પત્ર આપીને નોમિનેશનથી બચાવે છે. શમિતાના આ એક્શન પર તેની બહેન અને બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ગર્વ અનુભવી રહી છે. તેમણે શમિતાના વીડિયો પર કોમેન્ટમાં લખ્યું હતું, “તારા પર ગર્વ છે મારી તુનકી(શમિતા શેટ્ટી)”.

જણાવી દઈએ કે શોમાં ચાહકો શમિતા શેટ્ટીને ખૂબ પસંદ કરે છે અને તેને ખૂબ જ મજબૂત માને છે. રાકેશ અને શમિતાનું કનેક્શન ચાહકોને માટે ખૂબ જ વાસ્તવિક લાગી રહ્યું છે. શોમાં રાકેશ અને શમિતા હંમેશા એકબીજાને સપોર્ટ કરતા જોવા મળે છે. બંને એકબીજાનું ધ્યાન પણ રાખે છે. શમિતા બિગ બોસની મજબૂત સ્પર્ધક છે, જેનો ફાયદો ગેમમાં આગળ વધવા માટે રાકેશને પણ ઘણો થઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *