પાકિસ્તાન સાંસદનો ન્યૂડ વીડિયો લીક થયો, ત્રીજી પત્ની પર લગાવ્યા આરોપ

GUJARAT

પાકિસ્તાનની પીટીઆઈ પાર્ટીના સાંસદ આમિર લિયાકતનો બેડરૂમનો વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો લિયાકતની ત્રીજી પત્ની દાનિયા શાહ દ્વારા લીક કરવામાં આવ્યો છે, જેણે થોડા દિવસો પહેલા લિયાકતથી છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી છે. પાકિસ્તાનની પીટીઆઈ પાર્ટીના સાંસદ અને પ્રખ્યાત ટીવી હોસ્ટ આમિર લિયાકતના કેટલાક વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર લીક થવાનો મામલો ગરમાયો છે.

દાનિયાએ આમિર લિયાકત પર મારપીટ, કેદ કરીને રાખવાનો અને બળજબરી પુર્વક ન્યૂડ વીડિયો શૂટ કરવાના ગંભીર આરોપો લગાવ્યા છે. સોશિયલ મીડિયા પર લીક થયેલા આ વીડિયોમાં લિયાકતને નગ્ન હાલતમાં જોવા મળ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બેડ પર ડ્રગ્સ પણ રાખવામાં આવી છે.આ લીક થયેલા વીડિયો પર લિયાકતે ટ્વિટ કરીને કહ્યું છે કે, તેઓ ન્યૂડ વીડિયો પર મારું સ્ટેન્ડ જાણવા માંગે છે.

જવાબ એ છે કે, આ રીતે વીડિયો લીક કરવા પાછળ જવાબદાર લોકોનું શું સ્ટેન્ડ છે. ક્યાં છે ન્યાયતંત્ર, જેની જવાબદારી દરેક નાગરિકના સન્માનની રક્ષા કરવાની છે, ત્યાં ન્યાયતંત્રે કેમ કોઈ પગલું ન ભર્યું? ફેડરલ ઈન્વેસ્ટિગેશન ઓથોરિટીની સાયબર ક્રાઈમ વિંગે અત્યાર સુધી કોઈ પગલાં કેમ લીધા નથી? તેમણે કહ્યું કે, જેઓ વ્યભિચાર કરે છે તે સારા છે પરંતુ જેઓ લગ્નની પસંદગી કરે છે તે ખરાબ છે. દાનિયાએ જે કર્યું છે તે નિકાહ જેવા પાક સંબંધોને કલંકિત કરવાનું કામ કર્યું છે.

પતિના લીક થયેલા વીડિયો પર દાનિયાએ શું કહ્યું?

વીડિયો લીક થવાના આરોપો પર દાનિયાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, મેં કોઈ વીડિયો બનાવ્યો નથી. કોઈએ મને આ વીડિયો મોકલ્યો છે. મેં તેમના પર કોઈ કાદવ ઉછાળ્યો નથી. હું ઇચ્છું છું કે, તે મને કાયદેસર રીતે છૂટાછેડા આપે. દાનિયાએ આમિર લિયાકત પર દારૂની સાથે ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો છે. તેણે લિયાકત પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે, તે તેના પાસે એડલ્ટ વીડિયો બનાવતા હતા. જેથી કરીને તે તેને વિદેશમાં કેટલાક લોકોને મોકલી શકે.

Leave a Reply

Your email address will not be published.