પ્રજા અતિવૃષ્ટિનો સામનો કરી રહી છે ને ભાજપના નેતાઓ સત્તા માટે ટાંટીયા ખેંચી રહ્યા છેઃ મનિષ દોશી

GUJARAT

ગુજરાતમાં અચાનક મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામું લેવામાં આવ્યું હતું. જે બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ ભાજપ સહિત કોંગ્રેસના નેતાઓ પણ ચોંકી ઉઠ્યા હતા. હજુ પણ નવા મંત્રી મંડળમાં કોને સામેલ કરવા? તેને લઈને ભાજપમાં મંથન ચાલી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીનું મોટું નિવેદન સામે આવ્યું છે.

કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે, એક તરફ ગુજરાતીઓ અતિવૃષ્ટિનો સામનો કરી રહ્યાં છે, ત્યાં બીજી તરફ ભાજપના નેતાઓ સત્તા માટે ટાંટીયા ખેંચ કરી રહ્યાં છે. મંત્રી મંડળ માટે વિજય રૂપાણી, નીતિન પટેલ અને સીઆર પાટીલમાં અંદરોઅંદર ખેંચતાણ ચાલી રહી છે.

વધુમાં કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું કે, કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીમાં જ શિસ્તના ધજાગરા ઉડી રહ્યાં છે. સેવાની વાતો કરતી ભાજપ સત્તાના લાલચુ છે. ભાજપે ચહેરાની જગ્યાએ ચરિત્ર બદલવાની જરૂર છે.

ગુજરાતમાં નવા મંત્રીમંડળની શપથવિધિ ગુરુવારે બપોર સુધી ટાળી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથ લીધાના 2 દિવસ બાદ આજે મંત્રી મંડળની રચના થવાની હતી. જો કે તેની પહેલા ભાજપમાં કેટલાક ધારાસભ્યો નારાજ હોવાના કારણે શપથ કાર્યક્રમ કાલ સુધી ટાળી દેવામાં આવ્યો છે. મીડિયા રિપોટ્સ મુજબ, ભૂપેન્દ્ર પટેલની નવી ટીમને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ નારાજ ચાલી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.