પહેલીવાર શારીરિક સંબંધ બાંધતી વખતે આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખજો…

GUJARAT

યુવાપેઢી હવે શારીરિક સંબંધને લઈને વધારે જાગ્રત બની છે. શારીરિક સંબંધ બાંધવો તેમના માટે હવે શરમ કે સંકોચનો વિષય નથી રહ્યો. છતાં પણ પહેલી વાર શારીરિક સંબંધ બાંધવા બાબતે હજુ પણ કેટલીક મૂંઝવણો યથાવત્ છે, મનમાં અજાણ્યો ડર હોય છે. પહેલી વાર શારીરિક સંબંધ બાંધવાનું વિચારી રહ્યા હોય તેમના મનમાં શારીરિક સંબંધ બાંધવાને લઈને કેટલીક ધારણાઓ કે સપનાઓ હોય છે. તમારાં સપનાંઓને પૂરાં કરતાં પહેલાં કેટલીક બાબતોની તૈયારી રાખશો તો તમારા અને તમારા પાર્ટનર માટે જાતીય સંબંધનો અનુભવ યાદગાર અને ખૂબ જ આનંદદાયક બની જશે.

નર્વસ થવું નેચરલ છે

જો પહેલી વાર શારીરિક સંબંધ બાંધવાની વાતથી પણ તમારા હૃદયના ધબકારા તેજ થઈ જાય, વારંવાર તરસ લાગે તો એ બહુ નેચરલ છે. પહેલી વાર શારીરિક સંબંધ બાંધતાં પહેલાં દરેક વ્યક્તિ નર્વસ હોય છે, કારણ કે તે તમારી લાઈફની એક સ્પેશિયલ મોમેન્ટ હોય છે. માટે જ તેને ભરપૂર એન્જોય કરો. ધબકારા વધી જાય ત્યારે થોડા લાંબા-ઊંડા શ્વાસ લો. તેનાથી રિલેક્સ અનુભવશો.

શારીરિક સંબંધના જાદુઈ અનુભવ માટે તૈયારી પણ જરૂરી છે

પહેલી વાર શારીરિક સંબંધ બાંધવા જઈ રહ્યાં હો તો એ જરૂરી છે કે તમે પોતાને સેક્સી અનુભવો. સૌથી પહેલી વાત એ છે કે શારીરિક સંબંધ બાંધવા દરમિયાન બંને પાર્ટનર માટે પર્સનલ હાઈજિનનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પુરુષ પાર્ટનરે શારીરિક સંબંધ બાંધતાં પહેલાં શાવર લેવો, શેવિંગ કરવું, બ્રશ કરવું અને સારું ફ્રેગરન્સ લગાવવું. આમ કરીને તે પોતે સેક્સી અને કોન્ફિડન્ટ ફીલ કરશે. સ્ત્રીઓ પણ શાવર લીધા પછી કોઈ સેક્સી લેસી અથવા ટ્રાન્સપરન્ટ લોન્જરી અથવા ઈનરવેર પહેરીને તૈયાર થઈ શકે છે. પહેલી વાર શારીરિક સંબંધ બાંધતાં પહેલાં આ રીતે તૈયાર થવું એ તમારી કામેચ્છા જગાડવામાં અને મૂડ બનાવવામાં પણ મદદરૂપ થશે.

લુબ્રિકન્ટ અચૂક સાથે રાખો

જરૂર પડે કે ન પડે, પણ પહેલી વાર શારીરિક સંબંધ બાંધતાં પહેલાં લુબ્રિકન્ટ સાથે જરૂર રાખવું. પહેલી વાર શારીરિક સંબંધ બાંધવા દરમિયાન દર્દ અનુભવાય તે સ્વાભાવિક છે. જોકે, શારીરિક સંબંધ બાંધવા દરમિયાન બંને પાર્ટનરમાંથી કોઈને પણ વધારે પડતું દર્દ અનુભવાય તો તમે લુબ્રિકન્ટની મદદ લઈ શકો છો. તેનાથી ઈન્ટરકોર્સ સરળ બની જાય છે અને ઘર્ષણને કારણે થતા દુઃખાવાથી બચી શકાય છે અને પરિણામે તમારો સેક્સુઅલ એક્સપીરિયન્સ કમ્ફર્ટેબલ અને રોમેન્ટિક બની જશે.

ક્યારેક તમે પણ પહેલ કરો

શારીરિક સંબંધ બાંધવામાં સમાનભાવે આનંદ લેવાનો હોય છે. હું સ્ત્રી છું, તેથી પહેલ ન કરાય કે એના જેવી અન્ય કોઈ માન્યતા હોય તો મગજમાંથી તેને કાઢી નાખો. તમે પહેલ કરશો તો તમારા પાર્ટનરને ખરેખર ગમશે, કારણ કે પાર્ટનર પણ એક્ટિવ પાર્ટનર ઇચ્છે છે, પેસિવ પાર્ટનર નહીં! પુરુષ જ પહેલ કરે, તે જ ફોરપ્લેમાં કે આફ્ટર પ્લે દરમિયાન એક્ટિવ રહે તે જરૂરી નથી કે યોગ્ય પણ નથી, કારણ કે તમને તેમાં પૂરી મજા ભલે આવે, પણ પાર્ટનરને જોઈએ તેવો આનંદ ન આવે. જો તમે પણ પાર્ટનરને કિસ કરો, તેનાં અંગો સહેલાવો તો ઝડપથી ઉત્તેજિત થશે અને છેવટે તો તેનો આનંદ તમને જ મળશે. પહેલી વારના શારીરિક સંબંધ બાંધતા કે તે પછીના દરેક વખતે શારીરિક સંબંધ બાંધવા દરમિયાન આ બાબત હંમેશાં ધ્યાનમાં રાખવી.

પ્રેગ્નન્સીથી બચવા માટે કોન્ડોમનો ઉપયોગ કરો

પહેલી વાર શારીરિક સંબંધ બાંધવા દરમિયાન જ પ્રેગ્નન્સી રહી જાય તેવું મોટેભાગે કોઈ ઇચ્છતું નથી, કારણ કે તેનાથી સેક્સ લાઈફની શરૃઆતમાં જ અલ્પવિરામ આવી જાય છે. કોન્ડોમ આવી પ્રેગ્નન્સી સામે રક્ષણ આપે છે સાથે સાથે સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ સામે રક્ષણ પણ આપે છે. કોન્ડોમનો ઉપયોગ કરવો એ હેલ્ધી હેબિટ છે. તેના ઉપયોગથી તમે પોતે અને પાર્ટનર પણ ઈન્ફેક્શનથી બચી શકે છે, પરંતુ એક વાતની ખાતરી અચૂક કરી લેવી કે તમને કે તમારા પાર્ટનરને લેટેક્સ એલર્જી તો નથીને! આવું હોય તો તમે પ્રેગ્નન્સીથી બચવા માટે અન્ય રીત અજમાવી શકો છો. જેમ કે, ગર્ભનિરોધક ગોળી લેવી. એક મહત્ત્વની વાત, હવે બજારમાં ફીમેલ કોન્ડોમ પણ સરળતાથી ઉપલબ્ધ છે. માટે તમારો પાર્ટનર જ કોન્ડોમ પહેરે તેવો આગ્રહ હંમેશાં ન રાખશો, તમે પણ ક્યારેય ફીમેલ કોન્ડોમ ટ્રાય કરો.

પહેલી વારના શારીરિક સંબંધ બાંધવા દરમિયાન બ્લિડિંગ થાય જ તે જરૂરી નથી

આજે પણ ઘણાં લોકોની એ ધારણા છે કે પહેલી વાર શારીરિક સંબંધ બાંધવા દરમિયાન બ્લીડિંગ થાય જ થાય. જેને બ્લીડિંગ ન થાય તેણે અગાઉ શારીરિક સંબંધ બાંધ્યા હશે, વાસ્તવમાં આ વાત પાયાવિહોણી છે. બ્લીડિંગ થવું કે ન થવું એ સંપૂર્ણપણે હાઈમન પર નિર્ભર હોય છે, આજકાલની યુવતીઓ ફિઝિકલી ઘણી એક્ટિવ હોય છે. આવી સ્થિતિમાં સાઈકલિંગ, ડાન્સિંગ, સ્વિમિંગ અથવા અન્ય સ્પોર્ટ દરમિયાન હાઈમનને નુકસાન થવાથી પહેલી વારના શારીરિક સંબંધ બાંધવા દરમ્યાન બ્લીડિંગ થતું નથી. તેથી પહેલી વારના શારીરિક સંબંધ બાંધવા દરમિયાન બ્લીડિંગ ન થવા પર તમારી ગર્લફ્રેન્ડ અથવા પત્નીને કેરેક્ટર ર્સિટફેકેટ ન આપવું. જો આ પ્રકારના વિચારને બંને પાર્ટનર તિલાંજલિ આપે તો જ તેમના માટે શારીરિક સંબંધ યાદગાર બની શકશે.

ઇમોશનલી એટેચ રહો

પહેલી વાર શારીરિક સંબંધ બાંધતાં પહેલાં એ વાત સમજવી બહુ જરૂરી હોય છે કે શારીરિક સંબંધ બાંધવાનો અર્થ માત્ર સેક્સુઅલ ઈન્ટરકોર્સ જ હોય તે જરૂરી નથી. ખરેખર તો આ આપણી પારંપરિક વિચારસરણીનું જ પરિણામ છે કે સેક્સ એટલે સેક્સુએલ પેનિટ્રેશન. જોકે, શરમ કે સંકોચને કારણે કપલે પહેલી વાર શારીરિક સંબંધ બાંધવા માટે એકબીજાનો સામનો કરવો થોડો મુશ્કેલ તો હોય જ છે, કારણ કે થોડો ખચકાટ અને શરમ આડે આવે છે. એવામાં જો તમે બંને ભાવનાત્મક રીતે એકબીજા સાથે જોડાયેલાં હશો તો શારીરિક સંબંધ બાંધવાનું ઘણે અંશે સરળ થઈ જાય છે. છતાં શારીરિક સંબંધ બાંધતાં પહેલાં તમે બંને તેના વિશે વાત કરો, જેથી તમે માનસિક રીતે તૈયાર થઈ શકો.

ફોરપ્લે અને આફ્ટર પ્લે જરૂરી છે

પહેલી વાર શારીરિક સંબંધ બાંધતાં પહેલાં એ વાત જાણી લેવી બહુ જરૂરી છે કે શારીરિક સંબંધ બાંધતાં પહેલાં વધારેમાં વધારે સમય ફોરપ્લેમાં વીતાવવો. તેનાથી શારીરિક સંબંધ બાંધવા માટે તમારા બંનેનો મૂડ બનશે અને કામોત્તેજના પણ જાગશે. શારીરિક સંબંધ બાંધવા પહેલાં એકબીજાને બાહુપાશમાં જકડી લેવાં, કિસ કરવી, સ્તનમર્દન અને શરીરનાં સેન્સેટિવ અંગોને સહેલાવવાં વગેરેનો સમાવેશ થાય છે. જોકે, ભાવનાત્મક રીતે એકબીજા સાથે જોડાવા માટે ઈન્ટરકોર્સ પછી ફોરપ્લે પણ જરૂરી છે. શારીરિક સંબંધ બાંધ્યા પછી એકદમ અલગ ન થઈ જવું. થોડી વાર સુધી એકબીજાને લપાઈને સૂઈ રહેવું, એકબીજાનાં અંગોને સહેલાવવાં, પ્રેમભરી વાતો કરવી. આમ કરશો તો તમારા વચ્ચેનું બોન્ડિંગ મજબૂત બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *