આ વાતમાં કોઈ જ શંકા નથી કે, જયારે પહેલી વાર શારીરિક સબંધ બંધાય ત્યારે નર્વસ અનુભવાય છે. જો કે આ પળ બંને માટે સ્પેશિયલ હોય છે જેને તેઓ ખાસ બનાવવા માંગે છે. જો તમારી સાથે પણ કંઈક આવુ જ થાય છે તો તમારા માટે આ આર્ટીકલ ફાયદામંદ સાબિત થઇ શકે છે. કપલે સેક્સ કરતા પહેલા કેટલીક વાતોને અવશ્ય ધ્યાનમાં રાખવી જોઈએ અને આ વિષય પર જાણકારી પણ રાખવી જોઈએ.
સેક્સ કરતા પહેલા ગુદા અને બગલ વગેરેના વાળ હટાવી લો અથવા તેને ટ્રીમ કરાવી લો. તેનાથી પરસેવાની ગંધ નહિ આવે અને તમને શારીરિક સંબંધ બાંધવામાં અજીબ નહિ લાગે.
સબંધ બાંધતી વખતે પાર્ટનરની સહમતી હોવી જરૂરી છે. જો તેનું મન હોય તો જ સેક્સ કરવું. જો તેની સહમતી ના હોય તો તેને માનસિક રૂપથી તૈયાર કરો અને પછી જ સબંધ બાંધો.
જો તમે બહુ વધારે અપેક્ષા કરો અને તેવું ન થાય તો તમને ખરાબ લાગશે અને તમે નરવસ થઇ જશો. તેમજ બહુ ઓછી અપેક્ષા પણ ન રાખો નહિં તો તમે સારી રીતે પરફોર્મ નહી કરી શકો, બંને બાજુથી તમારી મજા બગાડી દેશો તેથી સામાન્ય રહો.
પહેલી વખત સબંધ બાંધતી વખતે નિરોધનો અવશ્ય ઉપયોગ કરો. તેથી કોઈ ભૂલ થવાનો ડર નહિં રહે અને સાથે યૌન સંક્રમણ પણ ન થાય.
જયારે તમે પહેલીવાર એકબીજાના શરીર સાથે જોડાવો છો ત્યારે પોતાની ભાવનાઓનું ધ્યાન ન રાખો પરંતુ પાર્ટનરની પ્રતિક્રિયા પણ જુઓ. તેથી તમને બરાબર સુખદ અનુભવ થાય.
શારીરિક સબંધ બાંધવા માટે સબંધને ખોટું નામ ન આપો અને ન તો પાર્ટનરને ખોટા માર્ગે લઇ જાઓ. તેમને ખોટા વચન પણ ન આપો અને જે હકીકત છે તે કહો.