ગર્ભાવસ્થા બાદ પગની ચરબી વધી જાય તો કરો આ ઉપાય

helth tips

પ્રેગનેન્સી બાદ મહિલાઓના શરીરમાં આવનારી અણગમતી ચરબીથી શરીરનો શેપ ખરાબ થઇ જાય છે. પ્રેગનેન્સી બાદ શરીરમાં અનેક પ્રકારના બદલાવ આવે છે. ખાસ કરીને મહિલાઓના પેટ, બમ્પ અને સાથળના ભાગમાં ચરબી વધી જાય છે. તેને ઓછી કરવા માટે ઘણી મહિલાઓ જિમમાં જઇને કલાકો પરસેવો પાડે છે. પરંતુ કોઇ ફરક પડતો નથી. એવામાં આજે અમે કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ જેને અજમાવીને તમે તમારા પગને આકર્ષક બનાવી શકો છો.

સંતુલિત આહાર

ગર્ભાવસ્થા બાદ સૌથી મોટી સમસ્યા વજન વધી જાય છે અને તેનું ઓછું કઇ રીતે કરવું. જોકે, ઘણી મહિલાઓ માટે વજન ઓછું કરવાનો સૌથી પહેલી રીત તે લોકો ભોજન લેતા નથી. પરંતુ બ્રેસ્ટફીડિંગને લઇને આ વિકલ્પ પણ તમારી પાસે રહેતો નથી. એવામાં જરૂરી છે તમે એક સંતુલિત આહારશૈલી અપનાવો. તમારી ડાયેટમાં આ વસ્તુઓને સામેલ કરો જે તમારા શરીરમાં ચરબીને વધારે નહીં.

કામ પોતે કરે

ગર્ભાવસ્થા બાદ કેટલીક મહિલાઓ આળસું થઇ જાય છે. પરંતુ તેમની આ આદતના કારણે તેમના ચરબી વધી જાય છે. ઘરનું દરેક કામ પોતે કરવાની કોશિશ કરો. તેનાથી તમારા સ્નાયુઓ કામ કરવા લાગશે અને તે તમારી એક પ્રકારની એકર્સાઇઝ પણ થઇ જશે.

એક્સર્સાઇઝ કરો

તમે એક્સર્સાઇઝ જરૂર કરો. ઘરે રહીને કેટલીક સહેલી એક્સર્સાઇઝ કરો જેમ કે સાઇકલિંગ, ચાલવા જવું , તેમજ નિયમિત વ્યાયામ કરતા રહો. જેથી તમારા શરીરની સાથે સાથે પગની ચરબી પણ ઓછી થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *