પગમાં ન પહેરવું જોઈએ સોનું, તેથી લાગે છે દોષ

GUJARAT

કોઇપણ સ્ત્રી સોનાના દાગીના પહેરવાનો શોખ ધરાવતી હોય છે. જો કે મહિલાઓ સોનાના દાગીના પહેરે તેનાથી કોઈ નુકસાન નહિં પણ લાભ જ થાય છે. જો કે પગમાં સોનું પહેરવા અંગે મતમતાંતર છે. જ્યોતિષીઓનું માનવું છે કે સોનું શરીર પર ધારણ કરી શકાય છે. પણ પગમાં નહિં. તેથી આપણે ત્યાં શુભ પ્રસંગ- લગ્ન હોય તો છાબ ચઢાવવામાં આવે છે. ત્યારે નવવધુને સાસરી તરફથી સોનાના દાગીના ચઢાવાય છે. તેઓ સોનાની ચૂડી, ગળાનો હાર, માથાની બંદી, બુટ્ટી, વિંટી, કંદોરો કે પછી અછોડો પસંદ કરે છે પગમાં પહેરવા માટે ક્યારેય સોનું ચઢાવવામાં આવતું નથી. પગમાં મોટે ભાગે ચાંદીના ઘરેણાં પહેરવામાં કે આપવામાં આવે છે. મહિલાઓ પગમાં ચાંદીના ઝાંઝર, વિંછિયા કે છડા પહેરતી હોય છે.

પગમાં સોનું ન પહેરવું જોઈએ
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પગમાં સોનું પહેરવાથી દોષ લાગે છે.

જો દેવી લક્ષ્મીજીની વાત કરીએ તો પીળો રંગ દેવીને અતિ પ્રિય છે. સોનાનો રંગ પણ પીળો છે. પણ દેવી ધનના દેવી હોવાથી તેમનો તેમાં વાસ છે. જો પગમાં સોનું પહેરવામાં આવે તો દેવી નારાજ થાય છે. અનેક મુશ્કેલીઓ વેંઠવાનો વારો આવે છે.

કહેવાય છે કે ભગવાન વિષ્ણુને સોનું અતિ પ્રિય છે. વળી સોનામાં લક્ષ્મીજીનો વાસ રહેલો છે. જો શરીર પર કટીથી નીચેના ભાગમાં સોનું પહેરવામાં આવે તો તેનો દોષ લાગે છે. કારણ કે તે દેવી લક્ષ્મીનું અપમાન ગણાય છે. જે વ્યક્તિ પગમાં સોનાના ઝંઝર કે છડાં કે કડા કે વિંછિયા પહેરે છે તેને નાણાકિય નુકસાન વેંઠવાનો વારો આવે છે. ભગવાન વિષ્ણુની અવકૃપા ઉતરે છે.

પગમાં ચાંદી પહેરવાથી થાય છે અનેક લાભ
સોનું એ ઉષ્ણ ધાતુ ગણાય છે. તે શરીરના તાપમાનમાં વૃદ્ધિ કરે છે. જ્યારે ચાંદી એ શીત ધાતુ ગણાય છે. તે શરીરના તાપમાનને ઠંડું રાખે છે. પગમાં ચાંદી પહેરવાથી અનેક બીમારીઓથી બચી જવાય છે. રેડિયેશનની અસર ઘટી જાય છે. ચાંદી પહેરવાથી પીઠ, ઘુંટણનો દુઃખાવો, એડીનો દુઃખાવો અને હિસ્ટીરિયા જેવા રોગોમાં રાહત મળે છે. વળી ચાંદીના ઘરેણાં પગમાં પહેરવાથી ચોક્કસ પોઈન્ટ પર દબાણ આવે છે. જેનાથી સ્વાસ્થ્ય લાભ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *