પાડોશી જ નીકળ્યો નરાધમ, 3 વર્ષની બાળકીનું અપહરણ અને પછી…

GUJARAT

સુરતમાં વધતી જતી ગુનાખોરી હવે એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે. રાજ્યમાં અવારનવાર છેડતીની ઘટના સામે આવતી રહે છે. ત્યારે સુરતમાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ બાદ છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે.

આ બનાવ પાડોશી દ્વારા કર્યું હોવાની માહિતી સામે આવી છે. જોકે, બાળકીને સારવાર અર્થે બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર હાલ સુરતની સૂરત અને સિરત બગાડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ બાદ છેડતીની ઘટના સામે આવી છે. આ બનાવ ભેસ્તાન વિસ્તારનો છે. પાડોશીએ માસુમ બાળકીને ચોકલેટની લાલચ આપી શારીરિક છેડતી કરી હતી. આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે હાલ માસુમ છોકરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને આ નરાધમ પાડોશીને શોધી કાઢવાની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.