OMG! પ્રિયંકાના આ સેન્ડલની કિંમત સાંભળી તમને આવી જશે ચક્કર, જાણો કિંમત

GUJARAT

હાલના દિવસોમાં બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપડા સમાચારોમાં છવાયેલી છે. તાજેતરમાં તે બ્રિટનમાં પ્રિન્સ હેરી અને અભિનેત્રી મેગન માર્કેલના શાહી લગ્નમાં સામેલ થઇ હતી. લગ્ન દરમ્યાન તે તેમના આઉટફીટ્સને લઇને વિદેશી અને ભારતીય માધ્યમોમાં ચર્ચામાં રહી.

પરંતુ આ બધા વચ્ચે તેણે રોયલ વેડીંગમાં પહેરેલા સેન્ડલ ઘણા ચર્ચામાં રહ્યા. પ્રિયંકાએ આ ખાસ અવસર પર જિમ્મી ચૂ સેન્ડલ પહેર્યા હતા જેની કિંમત જાણીને તમે તમ્મર ખાઇ જશો. પ્રિયંકાના આ હિલ્સની કિંમત અંદાડે 1.40 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. પ્રિયંકાએ આઉટફીટ્સ સાથે કોઇ જ્વેલરી પહેરી નહોંતી. બસ તેના કાનમાં સ્ટેટમેંટ Dangles જોવા મળી રહ્યા હતા.

પ્રિયંકા આ શાહી સમારોહમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. પ્રિયંકાએ રિસેપ્શનમાં એક Christian Dior Dress પસંદ કર્યો હતો. પ્રિયંકાએ સરસ મજાની હેટ પણ પહેરી હતી જેમાં તે કોઇ રાજકુંવરી જેવી લાગી રહી હતી. 600 મહેમાનોમાં પ્રિયંકાએ ખાસ 200 મહેમાનોમાં સામેલ હતી જેઓને રિસેપ્શન માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતુ. પ્રિયંકા અને મેગન વચ્ચે સારી મિત્રતા છે.

પ્રિયંકા આગામી દિવસોમાં બોલીવુડની ફિલ્મ ‘ભારત’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે ઘણા વર્ષો બાદ સલમાનખાન સાથે જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મ માટે દિશા પટણીના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રિયંકા તેના હોલીવુડના પ્રોજેક્ટ્સને લઇને વ્યસ્ત હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *