ઓક્ટોબરમાં જન્મેલા લોકો હોય થોડા ડરપોક, નાની-નાની વાતોમાં ચિંતા કર્યા કરે

rashifaD

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિનો સ્વભાવ પસંદ-નાપસંદ અલગ અલગ હોય છે જે તેમને બીજાથી અલગ પાડે છે. વ્યક્તિનો સ્વભાવ તેની જન્મ તિથિ, નક્ષત્ર, અને જન્મના મહિના પર નિર્ભર કરે છે. જન્મના સમયે જે રાશિ હોય તે અનુસાર તેનો સ્વભાવ હોય છે.

ઓક્ટોબરમાં જન્મેલા લોકોનું વ્યક્તિત્વ (Characteristics of October Born) ચુંબકીય હોય છે. તેઓ કોઇનું પણ દિલ જીતી લે તેવા હોય છે. સકારાત્મક વિચારોથી જીવનમાં આગળ વધે કોઇની સાથે વાત કરતા તેમને સહેજ પણ ખચકાટ અનુભવાતો નથી.

તેમની બોલવાની શૈલી ખુબ અદ્ભુત હોય છે. પોતાની વાતને કોઇ સંકોચ વગર રજૂ કરતા આ મહિનામાં જન્મેલા લોકોને ખુબ આવડે છે. તેઓ ત્યાં સુધી પોતાની વાત પર અડગ રહે છે જ્યાં સુધી બીજા તેમની વાત માની ન લે. આ લોકો એનર્જીથી ભરપૂર હોય છે. આ લોકોને કોઇ સાથે ઇર્ષ્યા આવતી નથી. આ લોકોમાં રોમાન્સ ખુબ ભરપૂર હોય છે. પ્રેમના મામલે ક્યારેય કોઇથી પાછા નથી પડતા.

પોતાની લાગણીને વ્યક્ત કરતી વખતે તેઓ સામે વાળો શુ વિચારશે તેની પરવાહ કરતા નથી. તેમનો સ્વભાવ થોડો જક્કી હોવાથી એક વખત કોઇ વાત મનમાં બેસાડી દે પછી જલ્દીથી છોડે નહી. તેમને સમજવાવા ખુબ મુશ્કેલ હોય છે. એક વખત કોઇની સાથે સંબંધથી જોડાયા પછી જલ્દીથી તેમનો સાથ છોડતા નથી. તેઓ વફાદાર હોય છે.

ઓક્ટોબરમાં જન્મેલા લોકો થોડા ડરપોક હોય છે. જલ્દી નાની નાની વાતમાં ફફડી ઉઠે છે. ચિંતાવાળા સ્વભાવને કારણે તે હંમેશા ડરતા રહે છે.

Leave a Reply

Your email address will not be published.