નીતિન પટેલની સામે મ્હોંફાટ બોલનારા કાછડિયાને પાટિલે ફોન કરી ખખડાવ્યા

GUJARAT

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સામે પહેલા સોશિયલ મીડિયામાં ટિપ્પણી અને પછી ન્યૂઝ ચેનલો સમક્ષ બેફમ ઉચ્ચારણો કરનારા અમરેલીના સાંસદ નારાયણ કાછડીયાને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ખખડાવ્યાનુ કહેવાય છે. મ્હોંફટ નિવેદનો કર્યા બાદ ભાજપમાંથી જ ફેન શરૃ થતા કાછડિયાએ મોબાઇલ જ સ્વિચ ઓફ કરી દીધો હતો. કહેવાય છે કે, મોબાઇલ ઉપર અનઉપલબ્ધ ઠપકો આપવા પાટીલને બીજા નેતાને કાછડિયાના ઘરે મોકલ્યા અને હવે ચૂપ થઈ જવા કહ્યુ હતુ.

પાટિલની જેમ સીએમના સોમ-મંગળે હાજર રહેવાના આદેશને ઘોળીને પી જવાશે

મુખ્યમંત્રીએ કેબિનેટમાં મંત્રીઓ તેમજ IAS અધિકારીઓને સૂચના આપી કે તમારે સોમ અને મંગળવારે તમારી ઓફિસમાં હાજર રહેવું. કોઈ મિટિંગ કે અન્ય કાર્યક્રમો રાખવા નહી. જે ધારાસભ્ય-સાંસદ મળવા આવે તેને બહાર બેસાડવાના નથી. આ જ રીતે વિવિધ શહેરોમાંથી પોતાના પ્રશ્નો માટે આવતા નાગરિકોને મળીને તેમના પ્રશ્નો સાંભળવાના રહેશે.

ભાજપના પ્રદેશપ્રમુખ બન્યા બાદ પાટિલે પણ એવો નિર્ણય કર્યો હતો કે મંત્રીઓએ દર અઠવાડિયે કમલમમાં આવીને કાર્યકરોની રજૂઆતોને સાંભળી પ્રશ્નોનો નિકાલ કરવો. શરૃઆતમાં મંત્રી કૌશિક પટેલ અને જયદ્રથસિંહ પરમાર કમલમમાં એક સોમવારે હાજર રહ્યા હતા. ત્યાર બાદ કોરોનાનંુ બહાનંુ ધરીને કોઈ મંત્રી હાજર રહેતા નહોતા. બેથી ત્રણ વખત મંત્રીએ વર્ચ્યુઅલ રીતે કાર્યકરોની રજૂઆતોને સાંભળી હતી.

પરંતુ ત્યાર બાદ વર્ચ્યુઅલ રજૂઆતો પણ સાંભળવામાં આવી નહોતી. હવે સોમ અને મંગળવારે ધારાસભ્યો અને સામાન્ય પ્રજા માટે બાબુઓ અને મંત્રીઓ સમય કાઢે તેવા આદેશનો અમલ કોણ અને કેવી રીતે કરાવશે? સચિવાલયમાં ચર્ચા શરૃ થઈ છે કે, પાટિલના આદેશ બાદ જે રીતે મંત્રીઓ કાર્યકરોની રજૂઆતો સાંભવવા આવતા નહોતા એ જ રીતે મુખ્યમંત્રીના આદેશને પણ ઘોળીને પી જવામાં આવે તો કોઈને નવાઈ નહી લાગે.

વિદેશી રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરવા માટે ખાસ કોઈ રસ દેખાડતા નથી

કોરોના-લોકડાઉનને કારણે ગુજરાતમાં પણ આર્થિક મંદી છે. જેથી વિદેશી રોકાણકારો જંગી રોકાણ કરે તે માટે સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યાં છે. આ સંદર્ભમાં થોડો સમય પહેલા આ સંદર્ભમાં બે દિવસની ઈન્ડો-યુએસ પાર્ટનરશિપ વિઝન સમિટ યોજાઈ હતી. જેમાં કેન્દ્રના વ્યાપારમંત્રી પીયૂષ ગોયેલ, રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણી હાજર રહ્યા હતા.

ઉપરાંત ડેલાવર સ્ટેટના લેફ્. ગવર્નર બેથેની હોલ-લોંગ અને એપ્કો વર્લ્ડવાઈડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સ્ટ્રેટેજીક કાઉન્સિલર એમ્બેસેડર ટિમોથી રોમેર પણ હાજર રહ્યા હતા. તેમજ અમેરિકા અને ભારતની કેટલીક કંપનીઓના સીઈઓ પણ હતા.આ સમિટમાં ગુજરાતમાં રોકાણ કરવા માટેની ચર્ચા થઈ હતી તેમજ અમેરિકાની કંપનીઓને કેવા પ્રકારના લાભો મળશે તેની વાત કહેવાઈ હતી. આ અગાઉ પણ આ પ્રકારની સમિટ યોજાઈ હતી.પરંતુ હજુ સુધી વિદેશથી કોઈ મોટા રોકાણકારોએ રસ દાખવ્યો હોવાનંુ બહાર આવ્યંુ નથી. તેમજ સરકાર દ્વારા પણ આ સંદર્ભમાં કોઈ જ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

કર્મીઓ બાદ હવે CM સહિતના મંત્રીઓ પણ ૧૫ મહિનાના કોન્ટ્રાક્ટ પર!

ગુજરાત સરકારના અનેક વિભાગમાં કર્મચારીઓ અને અધિકારીઓને ૧૧ મહિનાના કોન્ટ્રાક્ટ પર લેવામાં આવે છે. જો કે આઉટ ર્સોિંસગ પદ્ધતિનો ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે. ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને આડે હવે ૧૫ મહિનાનો સમય બાકી છે. આવા સમયે જ નવી સરકારની રચના કરાઈ છે. જેને લઈને સચિવાલયમાં બાબુઓ રમૂજ કરી રહ્યા છે કે કર્મચારીઓની સાથોસાથ હવે મુખ્યમંત્રી સહિતનું આખું મંત્રીમંડળ ૧૫ મહિનાના કોન્ટ્રાક્ટ પર છે. એવી ચર્ચા છે કે સારું કામ કરનારા અધિકારીઓ-કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવે છે. પરંતુ મંત્રીઓનો કોન્ટ્રાક્ટ રિન્યૂ થાય તેવી કોઈ ગેરંટી નથી. આમાથી ઘણા મંત્રીને ચૂંટણીમાં ટિકિટ પણ મળવાની નથી.

રૃપાણી સરકારના પતન પાછળ બાબુઓની ભૂમિકા ઘણી મહત્ત્વની હોવાનું તારણ

ભાજપ મોવડી મંડળે મુખ્યમંત્રી સહિતના આખા મંત્રીમંડળની હકાલપટ્ટી કરીને નવા મુખ્યમંત્રી સહિત તમામ નવા મંત્રીઓને જવાબદારી સોંપી છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રૃપાણી સરકારે અદ્ભુત કામગીરી કરી હોવાની વાત કરીને સરકારે પાંચ વર્ષ પૂરા કર્યાની ઉજવણી પણ કરી હતી. ભાજપના પ્રદેશપ્રમુખ સી આર પાટિલે પણ જાહેરમાં કહ્યું હતું કે ૨૦૨૨ની ચૂંટણી વિજય રૃપાણી અને નીતિન પટેલના વડપણ હેઠળ જ લડાશે. આમ છતાં રૃપાણી સરકારનંુ પતન શા માટે થયંુ તેના કારણોનંુ પોસ્ટમોર્ટમ શરૃ થયંુ છે. જેમાં બહાર આવ્યંુ છે કે મુખ્યમંત્રી સહિતના મોટાભાગના મંત્રીઓ જવાબદારી લેતા નહોતા અને બાબુઓ પર વિશ્વાસ રાખીને તેમની સલાહ મુજબ નિર્ણયો લેતા હતા. જેનો ભરપૂર ફાયદો ૈંછજી તેમજ ૈંઁજી લોબીએ ઉઠાવ્યો છે. આવા ટોચના અધિકારીઓને કારણે હાઈકોર્ટે પણ સરકારને અનેક વખત ઝાટકી છે. સરકારની નીતિરીતિની દેશભરમાં ભારે બદનામી થઈ છે. કોરોનામાં સારવારના મુદ્દે કે શાળાઓ ખોલવા કે પરીક્ષા લેવા સહિતની અનેક મહત્ત્વની બાબતોમાં બાબુઓએ સરકારને ગેરમાર્ગે દોરીને પોતાનો સ્વાર્થ સાધ્યો હતો. રાજકીય પંડિતોએ એવંુ તારણ કાઢયું છે કે, રૃપાણી સરકારનંુ પતન થવામાં બાબુઓની ભૂમિકા મહત્ત્વની રહી છે.

ઝ્રસ્ હાઉસમાં રૃપાણીની પસંદગીના ‘કલર’ પર નવા ઝ્રસ્એ સફેદી કરાવી

મંત્રી નિવાસમા ઝ્રસ્ હાઉસ તરીકે જાણીતા બંગલા નંબર – ૨૬ની દિવાલો ઉપર વિજય રૃપાણીએ કરાવેલા કલર ઉપર હાલમા સફ્ેદ રંગ થઈ રહ્યો છે. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હજી સુધી ત્યાં રહેવા ગયા નથી. નવરાત્રિ કે દશેરાએ ઘડો મૂકી ત્યા રહેવા જશે. મુખ્યમંત્રી પટેલે સરકારી બંગલાની દીવાલો ઉપર ભપકાદાર કલરને બદલે સાદા સફ્ેદ, ક્રિમ રંગથી સજાવવા કહ્યું છે. નવી સરકારના ૧૨ મંત્રીઓએ પોતાને મળેલા સરકારી બંગલાઓમાં સામાન્ય રિપેરિંગ સૂચવ્યું છે. જેની પાછળ ૨૮ લાખથી વધુ ખર્ચનો અંદાજ છે.

ય્છડ્ઢના છઝ્રજી એ.કે.રાકેશ દિલ્હીમાં, સચિવાલયમાં બદલીની અફ્વા વહી

સામાન્ય વહીવટ વિભાગ ય્છડ્ઢના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ શુક્ર- શનિ દિલ્હીના પ્રવાસે હતી. તેમની ઓચિંતી મુલાકાતથી અહી સચિવાલયમાંથી રાજ્યભરમા સનદી અધિકારીઓની બદલીની અફ્વાઓ ચાલી હતી. છઝ્રજી રાકેશની દિલ્હી મુલાકાત ગુજરાતમા આગામી સમયમા વહીવટીતંત્રમાં માત્ર બદલીઓ જ નહિ પણ કાર્ય પધ્ધતિ અને પ્રક્રિયાઓ સંબંધે હતી. જેની અસર હવે જોવા મળશે.

મુખ્યમંત્રી સાથે ૈંમ્ના અધિકારીઓએ ફોટા પડાવ્યા, હવે વહીવટ શરૃ કરશે

ઈન્ટેલિજેન્ટ બ્યૂરો-ૈંમ્ના પોલીસ અધિકારીઓનંુ કામ સમાજમાં શાંતિ જળવાઈ રહે તે માટેની કામગીરી કરવાનંુ છે. સંભવિત ત્રાસવાદી હુમલો કે અન્ય કોઈ અસામાજિક તત્ત્વો રાજ્ય કે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તો તેને ઉજાગર કરવાનંુ છે. શસ્ત્રોનો જથ્થો કે ડ્રગ્સ જેવી સામગ્રીના સંદર્ભમાં સરકારને આગોતરી માહિતી આપવાની હોય છે. ચૂંટણી સમયે પણ ૈંમ્નો રિપોર્ટ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વિભાગના અનેક અધિકારીઓ સરકારની સૂચના મુજબ જે તે વ્યકિત કે અધિકારી કે નેતાની ખાનગીરાહે જાસૂસી પણ કરે છે. આવા કેટલાક અધિકારીઓએ તાજેતરમાં જ ર્સ્વિણમ સંકુલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ગયા હતા. જ્યાં તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે હસતા હસતા ફોટો પડાવ્યા હતા. એટલંુ જ નહીં, સીએમ સાથેના પોતાના આવા ફોટાને સોશિયલ મીડિયા પર વાઈરલ કરીને શકિત પ્રદર્શન કર્યુ હતંુ. તેઓ એવંુ પ્રસ્થાપિત કરી રહ્યાં છે કે, અમે સીએમની નજીક છીએ. સીએમ અમારું માનશે. આવો વટ પાડીને તેઓ વહીવટ કરવાનંુ શરૃ કરશે એવી ચર્ચા સચિવાલયમાં શરૃ થઈ છે.

માત્ર એક જ દિવસમાં ઇન્ટરનેશનલ ઔલાઇસન્સ આપવા ૈંછજીની તાકીદ

અત્યારે ઈન્ટરનેશનલ લાઈસન્સ મેળવવા માટે અરજદારોને લાંબી રાહ જોવી પડી રહી છે. અનેક કિસ્સામાં અરજી કર્યા બાદ લાઈસન્સ મળે તે પહેલા જ અરજદારની ટિકિટ બુક હોવાથી તે વિદેશ જતો રહે છે. જેથી તેના પૈસા પાણીમાં જાય છે. વિદેશના એરપોર્ટ પર ઊતર્યા બાદ ઈન્ટરનેશનલ લાઈસન્સ નહી હોવાથી અનેક ગુજરાતી મુસાફરો ભારે હેરાનગતિ ભોગવી રહ્યાં છે. વિદેશ જતા અનેક લોકોએ અરજી કર્યા છતાં લાઈસન્સ નહી મળતંુ હોવાની ફરિયાદો સરકારને કરી હતી. તાજેતરમાં જ ટ્રાન્સપોર્ટનો હવાલો સંભાળનારા સિનિયર ૈંછજી એમ.કે.દાસે આ બાબતની ગંભીરતાથી નોંધ લીધી હતી. તેઓએ ઉચ્ચ અધિકારીઓની મિટિંગ બોલાવી હતી. જેમાં તેઓએ પૂછયું હતંુ કે અરજદારોને શા માટે તુરંત લાઇસન્સ નથી મળતંુ, શું તકલીફ છે? લાંબી ચર્ચાવિચારણા બાદ અધિકારીઓને તાકીદ કરી છે કે વિદેશ જઈ રહેલા અરજદારોને માત્ર ૧ જ દિવસમાં ઈન્ટરનેશનલ લાઈસન્સ મળી જાય એવી વ્યવસ્થા ગાઠવો. જેને પગલે રાજ્યની તમામ આરટીઓમાં આ સંદર્ભમાં તૈયારીઓ શરૃ કરાઈ છે. જેથી વિદેશ જતા અને અરજી કરનારા લોકોને આગામી દિવસોમાં માત્ર ૧ જ દિવસમાં ઈન્ટરનેશનલ લાઈસન્સ મળી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *