નીતા અંબાણીની વહૂ શ્લોકાની હીલ્સની કીંમત જાણી ચોંકી જશો, જાણો ખાસિયત

nation

થોડાક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન નીતા અંબાણીનું અઢી કરોડ રૂપિયાનું 240 ડાયમંડ વાળું હેન્ડબેગ ટ્રેન્ડ કરી રહ્યું હતું અને હવે નીતા અંબાણીના વહૂ અને આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા અંબાણીની હીલ્સ ટ્રેન્ડ કરી રહી છે.


તેના ગ્રાન્ડલ વેડિંગ બાદ હવે આકાશ અને શ્લોકા અંબાણી તેમના સ્ટાઇલિશ દેખાવના કારણે પણ ચર્ચામાં રહે છે. થોડાક દિવસ અગાઉ ક્રિકેટર યુવરાજ સિંહે મુંબઇમાં તેની રિટાયરમેન્ટ બેશની પાર્ટી રાખી હતી. જેમા નીતા અંબાણી સિવાય આકાશ અંબાણી અને શ્લોકા મહેતા પણ પહોંચ્યા હતા. આ દરમિયાન શ્લોકાએ શિમરી બ્લૂ કલરની પ્લીટેડ સ્કર્ટ અને વ્હાઇટ કલરનું ઑફ શોલ્ડર ટૉપ પહેર્યું હતું. પરંતુ સૌથી વધારે ચર્ચમાં શ્લોકાના સેન્ડલ હતા.

શ્લોકાએ સોફિયા વેબસ્ટરની આઇકૉનિક હીલ્સ પહેરી રાખી હતી. જેમા પાછળની તરફ એકદમ સરસ બટરફ્લાય બનાવેલુ હતું. આ દુનિયાના સૌથી પ્રખ્યાત હીલ્સ ડિઝાઇન્સમાંથી એક છે અને દુનિયાના પ્રખ્યાત સેલિબ્રિટીઝ આ પ્રકારની હીલ્સ પહેરીને નજરે પડે છે. જોકે, આ હીલ્સની કિંમતની વાત કરીએ તો સોફિયા વેબસ્ટરની આ આઇકૉનિક બટરફ્લાય હીલ્સની કીંમત 50 હજાર રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *