નવરાત્રિ પર ગ્રહો અને નક્ષત્રોનો ખાસ સંયોગ, ગુરૂ યોગમાં કરો નવદુર્ગાની સાધના

DHARMIK

નવદુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચનાનો અનોખો અવસર નવરાત્રિ બસ હવે થોડા દિવસમાં આવી રહી છે. આ વખતની નવરાત્રિ નવ દિવસની જગ્યાએ 8 દિવસની હશે કેમકે એક તિથિનો ક્ષય હોવાથી ત્રીજુ અને ચોથુ નોરતુ સાથે મનાવાશે. 7 ઓક્ટોબરથી શરૂ થઇ રહેલી શારદીય નવરાત્રિ 14 ઓક્ટૉબરે સંપન્ન થશે.

આ વખતે નવલી નવરાત્રિમાં ગ્રહ નક્ષત્રોનો શુભ સંયોગ રચાઇ રહ્યો છે. નવરાત્રિના 4 દિવસ રવિયોગનો સંયોગ રહેશે, જેને શુભ કાર્યો માટે શુભ માનવામાં આવે છે.

શારદીય નવરાત્રિ 7 ઓક્ટોબર ગુરુવારથી શરૂ થાય છે અને ગુરુવાર 14 ઓક્ટોબરના રોજ સમાપ્ત થાય છે.નવરાત્રિમાં 9 દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં ઉપવાસ કરીને અને માતાની પૂજા કરીવાથી ભક્તોની તકલીફો દૂર થાય છે.

આ વર્ષે શારદીય નવરાત્રિ ગુરૂવારથી શરૂ થશે અને ગુરૂવારે સમાપ્ત થશે. એક તિથિના ક્ષયને કારણે આ વખતે નવરાત્રિ આઠ દિવસની રહેશે. જેના કારણે આ વખતે ‘ગુરૂ’ નો વિશેષ યોગ રચવામાં આવી રહ્યો છે.

ગુરુનો વિશેષ યોગ શું છે?

ગુરૂનો વિશેષ યોગ અને ગુરૂને તમામ દેવોના ગુરુ માનવામાં આવે છે. આ વર્ષે ગુરુવારે નવરાત્રિનો પ્રારંભ અને અંત શુભ માનવામાં આવે છે. આવો સંયોગ વર્ષમાં એક વખત બને છે. 6 ઓક્ટોબર બુધવારે સાંજે 4:34 વાગ્યાથી અશ્વિન શુક્લ પક્ષ પ્રતિપદા શરૂ થઈ રહી છે. જે ગુરુવારે બપોરે 1:46 સુધી રહેશે. આ દિવસે સવારે ઘટસ્થાપન કરવામાં આવશે અને માતાની પૂજા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *