નવરાત્રિના પાવન દિવસે પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ

GUJARAT

પંચમહાલ જિલ્લામાં શેરી ગરબાની રમઝટ જામી રહી છે. બીજી તરફ્ માતાજીની આરાધનાના પાવન પર્વને લઈ યાત્રાધામ પાવાગઢ ખાતે છઠ્ઠા નોરતાના દિવસે પણ વહેલી સવારે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું.

સોમવારે પણ અંદાજીત ૮૦ હજાર ઉપરાંત ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત ગરબામાં બહેરા મૂંગા શાળાના બાળકો, વૃદ્ધાશ્રામના આશ્રિાતઓ,ગાંધી આશ્રામના બાળકો સહિત ઉત્સાહભેર ગરબામાં ભાગ લીધો હતો.

છઠ્ઠા નોરતાના દિવસે પણ પાવાગઢ ખાતે માઇ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો.મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન આસ્થાળુઓ પાવાગઢ ખાતે આવી પહોંચ્યા હતા. જે વહેલી સવારે માતાજીના નિજ મંદિરે પહોંચી ગયા હતા અને પાંચ વાગ્યે મંદિર ખુલતાં જ માતાજીના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું.

વહેલી સવારે મંદિરમાં ભક્તોની દર્શન માટે કતારો જોવા મળી હતી. ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં શેરી ગરબાની રમઝટ જામી રહી છે. કોરોનાકાળ દરમિયાન સતત બે નવરાત્રિ સુધી ગરબે ઘુમવાથી અલિપ્ત રહેલા ખેલૈયામાં ભારે ઉત્સાહ હાલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *