નવરાત્રિમાં માતાના આર્શિવાદ મેળવવા કરી લો આ તૈયારીઓ, જાણો ઘટસ્થાપનાનું મૂહૂર્ત

DHARMIK

નવરાત્રિમાં 9 દિવસ માતાના અલગ અલગ રૂપની પૂજા થાય છે. જેમાં માતાની પૂજાનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. તેમને પ્રસન્ન કરવા અનેક ઉપાયો પણ કરવામાં આવે છે. તો જાણો આ નવરાત્રિએ માતાને પ્રસન્ન કરવા માટે તમે પૂજામાં કઈ ખાસ સામગ્રીઓનો ઉપયોગ કરી શકો છો. તૈયાર કરી લો લિસ્ટ અને આજે જ લઈ આવો. માતાજીના મળશે અખૂટ આર્શીવાદ.

જાણો પૂજાની ખાસ સામગ્રી

લાલ રંગને માતા દુર્ગાનો ખાસ રંગ માનવામાં આવે છે. આ માટે પૂજા શરૂ કરતા પહેલા આસનની રીતે લાલ રંગનું કપડું પાથરો અને સાથે માતાને લાલ ચુંદડી, કંકુનું તિલક કરો. આ સાથે નારિયેળ, પંચમેવા, મિષ્ઠાન, ફળ, સુહાગનો સામાન ચઢાવવાથી પણ આર્શીવાદ મળે છે. આ સિવાય તમે તેમને બંગડી, બીછિયા, સિંદુર, મહાવર, ચાંલ્લા અને કાજલ અર્પણ કરી શકો છો.

કળશ સ્થાપનાની સામગ્રી

આ માટે તમે 7 પ્રકારના અનાજ, પહોળા મોઢાવાળું માટીનું વાસણ, પવિત્ર સ્થાનથી લાવેલી માટી, કળશ, ગંગાજળ, આસોપાલવના પાન, સોપારી, નારિયેળ, લાલ સૂત્ર, એલચી, લવિંગ, કપૂર, રોલી, ચોખા, લાલ કપડું અને ફૂલની જરૂર રહે છે. અખંડ જ્યોત માટે પીત્તળ કે માટીનો દીવો સાફ કરી લો. જ્યોત માટે રૂની દિવેટ, રોલી, ચોખા લો. હવન માટે હવન કુંડ, લવિંગની જોડી, કપૂર, સોપારી, ગૂગળ, લોબાન, ઘી, પંચમેવા અને ચોખા લો.

કળશ સ્થાપના મૂહૂર્ત

સ્થાપના સમયે સવારે 6.17 મિનિટથી 7.07 મિનિટનું મૂહૂર્ત સારું છે. આ સમયે ઘટસ્થાપના ફળદાયી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *