નવરાત્રિ એટલે આદ્યશક્તિની ઉપાસના શાસ્ત્રોક્ત ઉપાય કરી માતાજીના મેળવો આશિષ

DHARMIK

નવરાત્રિના નવ દિવસોમાં માતા દુર્ગા ધરતી પર વાસ કરે છે. આ દિવસોમાં કરેલી પૂજા, અનુષ્ઠાન, યજ્ઞ વિફળ નથી જતાં એટલે કે તેનુ ફળ અવશ્ય મળે છે. ત્યારે આજે જાણી લો આ નવ દિવસ દરમિયાન કરી શકાય એવા ચમત્કારી ઉપાયો વિશે. આ ઉપાય ઘરે સહજ રીતે કરી શકાય છે. મહત્ત્વપૂર્ણ છે કે નવ દિવસ સુધી ચાલતી નવ દુર્ગા માતાની ઉપાસનામાં સૂર્ય, ચંદ્ર અને નવગ્રહના પણ વિશેષ આશીર્વાદ મળે છે.

નવરાત્રિમાં માની સાધનામાં કરો આ ઉપાય
નવરાત્રિ દરમિયાન સવારે અને સાંજે ઘરમાં તમામ સભ્યોએ સાથે બેસી અને માતા દુર્ગાની આરતી અને પૂજા કરવી. માતા ભગવતીના સ્વરૂપ અનુસાર તેમની પૂજા કરવી અને પ્રસાદ ચડાવવો. જે જાતક નવ દિવસ સુધી વ્રત ન કરી શકે તેમણે આઠમ અથવા નોમના દિવસે ઉપવાસ અવશ્ય કરવો અને કન્યાઓને જમાડવી. રોજ પૂજા સમયે માતાને મધ તેમજ અત્તર અવશ્ય ચડાવવું.

આ નવ દિવસમાં હનુમાનજી અને ભૈરવની પૂજા પણ વિશેષ ફળ આપે છે. પૂજામાં ઘી ભરેલા કળશ પર નાળિયેર અવશ્ય રાખવું. અંતિમ દિવસે કળશમાં રાખેલી થોડી જવને તિજોરીમાં રાખી દેવી, તિજોરી ક્યારેય ખાલી નહીં થાય.
શાસ્ત્રોનુસાર નવરાત્રિના નવ દિવસોમાં માતા દુર્ગાના અલગ અલગ રૂપની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રિમાં જનસમુદાયમાં ભક્તિ અને આસ્થાનો સંચાર થાય છે. આ દિવસોમાં કોઈપણ શુભ કામને શરૂ કરવા માટેનું પણ સર્વશ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *