નવી પરણીને આવેલ ભાભીએ કહ્યું દેવરજી શરમાતા નહી,, તમારી ઈચ્છા હશે તો તમે મારી બ્રા પેન્ટી ઉતારી અને પાણી કાઢી શકો છો…

nation

મહોલ્લાની મહિલાઓએ તમન્નાને હોંશભેર સજાવીને એવી રૂડીરૂપાળી બનાવી હતી કે કમ-સે-કમ આ વખતે તેનું સૌંદર્ય પ્રોફેસરને વશ કરી લેશે એમ લાગતું હતું. પરંતુ કોણ જાણે કેમ પણ પ્રોફેસરે તેને જોતાંવેંત મોં ફેરવી લીધું. તેનાથી બધાં નિરાશ થઈ ગયાં. રૂમની બહાર આવીને પ્રોફેસરે સાફ ઇન્કાર કરી દીધો. તમન્ના જેવી કદરૂપી કન્યા સાથે તેમને બાંધવાની કોશિશ પ્રત્યે તેમને સખત ચીડ ઉપજી. મારી સાથે એ વિશે વાત થઈ ત્યારે મેં એમને ઝાટકી નાખ્યા:

‘તમે તમારી જાતને શું સમજો છો? પચ્ચીસ વરસના યુવાન? ક્યારેય અરીસા સામે ઊભા રહીને તમારો ચહેરો જોયો છે ખરો? ખૂબસૂરતીનો સ્વાંગ રચીને ફરો છો અને સૌંદર્યના શોખ સામે કોઈને ગણકારતા જ નથી! જો તમન્ના પણ તમારી અંદર પૌરષી તેજ શોધત તો તેને શું મળત? એક સફેદ વાળવાળો જર્જર વૃદ્ધ, સુક્કોભઠ ચહેરો અને નિસ્તેજ આંખો?’

તે ચૂપચાપ બધું સાંભળતા રહ્યા એટલું જ નહિ, પણ તેઓ હોઠ ભીંસીને હસી રહ્યા હતા. તેનાથી હું વધુ આવેશમાં આવી ગયો અને મારા મનમાં જે સૂઝ્યું તે બોલી નાખ્યું. મારો રોષ ઠાલવીને હું ખામોશ થઈ ગયો પછી તેઓ મને તેમના ઘરે લઈ ગયા. મને કોફી બનાવીને પિવડાવી અને હું શાંત થયો એટલે બોલ્યા:

‘જે રૂપની ઝંખનામાં મેં મારી આખી જુવાની તપસ્યામાં વિતાવી દીધી, તેની એકાદ ઝલક પણ જો તમન્નામાં દેખાઈ હોત, તો કદાચ હું તેને સ્વીકારી લેત. પણ તે એટલી બધી કુરૂપ છે કે નજર માંડીને તેને જોઈ પણ ન શકાય.’

પ્રોફેસરના ઇન્કારનો સૌથી વધુ વસવસો મહોલ્લાની સ્ત્રીઓને થયો હતો. ‘આખરે આ ઘરડા ઘૂવડમાં શું બળ્યું છે? એક પગ તો કબરમાં લટકી રહ્યો છે. બસ ધક્કો મારવાની વાર છે.’

આ સ્ત્રીઓનાં વાક્યો પ્રોફેસરને મેં જ્યારે સંભળાવ્યાં ત્યારે પહેલાં તો તે ખૂબ હસ્યા પછી કહેવા લાગ્યા:

‘સાહેબ, તમને ખબર છે? માણસને સૌંદર્યના મામલામાં બે વખત મોત ભરખે છે. એક શરીરનું અને બીજું આત્માનું. શરીરનું મૃત્યુ સામાન્ય ઘટના છે. એટલા માટે કે ૪૫થી ૫૦ વરસની વય સુધીમાં મોટે ભાગે આવું મોત થાય છે. પરંતુ આત્માનું અવસાન હકીકતમાં એક જટિલ સમસ્યા છે. જો આવું મોત આવી જાય, તો સમજી લેવું કે માણસ પતી ગયો. પછી તે વીસ-પચ્ચીસ કે ત્રીસ વરસનો યુવાન કેમ હોય.’

મેં કહ્યું, ‘તમે વાસ્તવમાં એક વાસનાભૂખ્યા અને હવસખોર માણસ છો અને તમારી કામુકતાનું કારણ આપી રહ્યા છો.’

‘હું સોગંદપૂર્વક કહી શકું કે આવું કંઈ જ નથી. હું એવો માણસ છું જ નહિ. તમને એક નાનો પ્રસંગ સંભળાવું: એ વખતે હું એમ.એ.ના છેલ્લા વરસમાં હતો અને ઘેર પાછો ફરવા બસ-સ્ટોપ પર ઊભો ઊભો બસની રાહ જોઈ રહ્યો હતો. બીજા લોકો પણ લાઈનમાં ઊભા હતા, જેમાં એક જુવાન સ્ત્રી પણ હતી. તેનો ચહેરો તો મને યાદ નથી. પરંતુ તેણે બસમાં ચડવા જ્યારે તેના પગ ઉઠાવ્યા, તો તેની સાડી ઘૂંટણ સુધી ઊંચી ખેંચાઈ ગઈ.

મારી નજર તેના પર પડતાં હું એકદમ આભો બની ગયો. તેના પગમાં એટલી બધી સોનેરી રુંવાટી હતી જાણે સોનાના તારનું ગૂંચળું વીંટાયું હોય. હું સાવ સ્તબ્ધ નજરે તે જોતો જ રહ્યો. આ ઘટનાને ત્રીસ-પાંત્રીસ વરસ વીતી ગયાં છે, પરંતુ તેના પગ અને તેનું રૂપ મારા દિલોદિમાગમાં ઘડીભર હવસખોરીની લાગણીને બદલે એક વિચિત્ર પ્રકારની સ્તબ્ધતા પેદા કરી ગયાં.

તેમની વાત સાંભળીને મને તયું કે તે પાગલ છે. કલાકારો આમેય થોડાક ‘સનકી’ હોય છે. મેં એના ચહેરા સામે ધારીધારીને જોયું. તે જૂઠું નહોતો બોલતો. પરંતુ બાળક જેવી કોમળ શ્રદ્ધા તેના ચહેરા પર ઝલકતી હતી. એક વાર શહેરમાંથી પાછો ગામમાં આવ્યો ત્યારે એક સમાચારે મારા હોશકોશ ઉડાડી દીધા.

પ્રોફેસરે કોઈક છોકરીની છેડતી કરી હતી ને આસપાસના લોકોએ તેમની મારપીટ કરી હતી. તે સ્થાનિક જેલમાં નજરકેદ હેઠળ હતા. હું પોલીસસ્ટેશને પહોંચ્યો તો ઇન્સ્પેકટરે મને તેમને મળવાની મંજૂરી આપી. જેવો મંર બંધ કોટડીનો દરવાજો ખોલ્યો તો મને જોતાં જ તેમની આંખોમાં આંસુ ઉભરાયાં. મને થયું કે તેઓ હમણાં જ રડી પડશે. પરંતુ પછી તેમણે નજર નીચી કરી દીધી.

‘મેં જે કંઈ સાંભળ્યું છે, એ શું સાચું છે?’ મારો સવાલ સાંભળીને પહેલાં તો એ ચૂપ રહ્યા, પણ પછી ગુનો કબૂલી લીધો.

હું ગુસ્સે ભરાયો: તમને જરા પણ શરમ ન આવી? એ તમારી દીકરીસમી પણ નથી. તમે એનો હાથ પકડયો જ કેમ? તમે તો એક ભણેલાગણેલા, સભ્ય અને સમજદાર માણસ છો તો પછી આવી હરકત કરવાનો શું મતલબ છે?

‘આ બધું એવું અચાનક બની ગયું કે મને ફક્ત એટલું યાદ છે કે તેના હાથ પર એવી જ સોનેરી રુંવાટી હતી, જેવી મેં ત્રીસ-પાંત્રીસ વરસ પહેલાં કોઈક સ્ત્રીના પગમાં જોઈ હતી.’

મેં તેના ચહેરા સામે જોયું. ચહેરા પર જૂઠ, છેતરપિંડી, ગુનો કે હવસખોરીનો કોઈ અંશ વરતાતો નહોતો. કેવળ બાળક જેવી માસૂમિયત અને અચરજનો થોડોક ભાવ છલકાતાં હતાં.

‘તેના હાથ પર સવારના કોમળ તડકામાં સોનાનાં તણખલાં ઝગમગી રહ્યાં હતાં. મને થયું કે લાવ આ સોનેરી હાથને જરા અડી જોઉં. પછી અનાયાસ મારો હાથ તેના હાથ પર પડયો. ત્યાર પછી જે કંઈ બન્યું એ તમે અગાઉથી જાણી ચૂક્યા છો.’

જોકે મને ખરેખર ખૂબ અફસોસ થયો. તે પોતાની સફાઈ રજૂ કરત તોપણ તેના પર કોઈ ભરોસો ન મૂકત. છતાં મેં બહાર આવીને ઇન્સ્પેક્ટરને આખી હકીકત સમજાવી. તેઓ શરૂઆતથી મને ખૂબ આદર-માનથી જોતા. એટલે થોડીવાર સુધી કશુંક વિચાર્યા બાદ તેમણે પ્રોફેસરને છોડી દેવાની વાત માની લીધી. પરંતુ એક શરત મૂકી કે આવતી કાલે સવારે સૂરજ ઊગે તે પહેલાં પ્રોફેસરે ગામ છોડી દેવું પડશે.

સવાર પડતાં મને રાહત થઈ કે પ્રોફેસર ખરેખર સૂર્યોદય પહેલાં ગામ છોડીને જતા રહ્યા હતા, પરંતુ સાથે સાથે આશ્ચર્યજનક સમાચાર એ પણ હતા કે તેઓ તમન્નાને પોતાની સાથે લઈ ગયા હતા!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *