નથી મર્યોં અલ કાયદાનો વડા આયમાન અલ-જવાહિરી, 9/11 હુમલાની વર્ષગાંઠ પર બહાર આવ્યો 60 મિનિટનો વીડિયો

WORLD

અલ કાયદાના વડા આયમાન અલ-જવાહિરીના મોતનો દાવો ફરી એક વખત ખોટો સાબિત થયો છે. 9/11 આતંકી હુમલાની વર્ષગાંઠ પર ઈન્ટરનેટ પર રિલીઝ થયેલા 60 મિનિટના વીડિયોમાં આ વાતનો ખુલાસો થયો છે. તમને જણાવી દઈએ કે ઓસામા બિન લાદેનના મોત બાદ અલ જવાહિરીને અલ કાયદાનો વડા બનાવવામાં આવ્યો હતો. માંદગીને કારણે જવાહિરીના મૃત્યુના સમાચાર પણ નવેમ્બર 2020 માં સામે આવ્યા હતા, ત્યારબાદ જવાહિરીનો કોઈ વીડિયો કે તેની સાથે જોડાયેલી કોઈ માહિતી સામે આવી ન હતી. પરંતુ અમેરિકામાં 9/11 હુમલાની વર્ષગાંઠ પર, અલ-કાયદાએ અલ-જવાહિરીનો એક નવો વીડિયો બહાર પાડ્યો છે, જેમાં તે અમેરિકા વિશે વાત કરી રહ્યો છે.

11 સપ્ટેમ્બરે કેટલીક ટેલિગ્રામ ચેનલો પર અલ કાયદા અસ-સાહબ ‘કમિંગ સૂન’ના પ્રોમો ચલાવવાનું શરૂ કર્યું. તે પછી અલ-જવાહિરી દ્વારા લખાયેલ પ્રથમ 852 પાનાનું પુસ્તક ટેલિગ્રામ ચેનલ પર બહાર પાડવામાં આવ્યું, જેમાં અલ-જવાહિરી અલ-કાયદાના ભવિષ્ય વિશે વાત કરે છે.

અલ-જવાહિરી અમેરિકાની આતંકવાદીઓની મોસ્ટ વોન્ટેડ યાદીમાં છે. યુએસ સરકારે તેના પર તેના નાગરિકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. તે અમેરિકાની બહાર અમેરિકન નાગરિકોની હત્યાના કાવતરામાં પણ સામેલ છે. અમેરિકન સરકારે આયમાન અલ-જવાહિરી પર $ 25 મિલિયનનું ઈનામ રાખ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.