નરેશ પટેલને રાજકારણમાં જોડાવાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં 15થી 20 તારીખ વચ્ચે રાજકારણમાં જોડાવું કે નહીં તેની જાહેરાત કરશે. તેમાં સંદેશ ન્યૂઝ સાથે કરેલી વાતચીતમાં નરેશ પટેલે જણાવ્યું છે કે આગામી 15 તારીખ સર્વે પૂર્ણ થશે. તેમાં 15થી 20 વચ્ચે નરેશ પટેલ પત્રકાર પરિષદ બોલાવી જાહેરાત કરશે. રાજકારણમાં જોડાવું કે નહીં તેની સત્તાવાર જાહેરાત પણ તે દિવસે કરવામાં છે. અત્યાર સુધીમાં ભાજપ, કોંગ્રેસ અને આપના અનેક નેતાઓ સાથે નરેશ પટેલ બેઠક કરી ચૂકયા છે.
ભાજપ, કોંગ્રેસ અને આપના અનેક નેતાઓ સાથે નરેશ પટેલે બેઠક કરી
ઉલ્લેખનીય છે કે ગઇકાલે ખોડલધામમાં નરેશ પટેલ અને અનુસૂચિત સમાજના આગેવાનોની બેઠક કરી હતી. જેમાં ખોડલધામમાં નરેશ પટેલ અને અનુસૂચિત સમાજના આગેવાનો વચ્ચે મહત્વની બેઠક થઇ હતી. ત્યારે આ બેઠકને લઇને નરેશ પટેલ અને અનુસૂચિત સમાજના આગેવાનનું મહત્વનું નિવેદન સામે આવ્યું હતુ. જેમાં નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું છે કે, ‘અનુસૂચિત સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત થઇ. દિલ્હી પ્રવાસને લઇને હજુ કંઇ જ નક્કી નથી. રાજકારણમાં જોડાવવાનો હજુ સમય નથી આવ્યો.’
15થી 20 તારીખ વચ્ચે રાજકારણમાં જોડાવું કે નહીં તેની જાહેરાત કરશે
મહત્વનું છે કે, કાગવડ ખોડલધામ ખાતે અનુસૂચિત સમાજના આગેવાનો સાથે નરેશ પટેલની મહત્વની બેઠક યોજાઇ હતી. આ દરમ્યાન “તુમ આગે બઠો, હમ તુમ્હારે સાથે હે” ના નારા લાગ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસ જિંદાબાદના નારા લાગ્યા હતા. તમામ આગેવાનોએ કોંગ્રેસમાં જોડાવવા આહવાન કર્યું હતું. નરેશ પટેલ સાથે દલિત સમાજની બંધ બારણે બેઠક યોજાઇ હતી. અનુસૂચિત સમાજના આગેવાનોએ માં ખોડલના દર્શન કર્યા હતાં. કેશોદના માજી ધારાસભ્ય પરબત ચાવડા, હમીર ધુલા તેમજ સુરેશ મકવાણા, માજી મેયર, કોર્પોરેટર સહિતના આગેવાનોની બેઠક યોજાઇ હતી. જો કે, નરેશ પટેલના રાજકીય પ્રવેશની શક્યતા વચ્ચે બેઠકને લઇને હવે તર્કવિતર્ક પણ શરૂ કરાયા છે.