નાની નાની વાતોમાં ગુસ્સે ભરાય આ રાશિના જાતકો, ક્રોધી સ્વભાવથી પોતાનુ જ નુકસાન કરે

DHARMIK

ગુસ્સો એક એવી અભિવ્યક્તિ જેનાથી તમે તમારા અણગમાને જાહેર કરી શકો છો. ગુસ્સો ક્યાં અને કેટલો કરવો તેનું પ્રમાણભાન ન જળવાય તો મુશ્કેલી આવે છે. તમે એવા કેટલાયે લોકોને જોયા હશે જેઓ હંમેશા ચિડાયેલા રહે છે. ગુસ્સો તેમના નાક પર હોય છે. આવા લોકોની લોકપ્રિયતા ઓછી હોય છે. લોકો તેમનાથી દૂર જ ભાગે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલાક લોકો ગુસ્સાથી ભરપુર હોય છે આ તેમનો કુદરતી સ્વભાવ હોય છે. તેઓ ઇચ્છે તો પણ તેને બદલી નથી શકતા.

વૃષભ રાશિ

વૃષભ રાશિ (Taurus) આ રાશિના લોકો સામાન્ય રીતે તેમનું વર્તન યોગ્ય રાખે છે, પરંતુ તેઓ જિદ્દી અને ઉદ્ધત હોય છે. તેઓ પોતાની રીતે બધું કરવાનું અને મેળવવાનું પસંદ કરે છે. જો આ લોકો ગુસ્સે થાય છે, તો તેઓ ચીસો ગુસ્સામાં કંઈપણ કરે છે, તેના કારણે તેમને ક્યારેક મોટુ નુકસાન થાય છે જેનો તેમને પછીથી ખ્યાલ આવે છે. તેથી, દરેક માટે તેમની સાથે તાલમેલ જાળવવુ સરળ નથી.

સિંહ રાશિ

સિંહ રાશિ (Leo)આ રાશિના લોકોનો સ્વભાવ સિંહ જેવો જ હોય છે. તેઓ ઘણું પ્રભુત્વ મેળવીને જીવવાનું પસંદ કરે છે અને ઘણી બધી સુવિધાઓ સાથેનું જીવન ઇચ્છે છે. આ લોકોને પોતાની વાત મનાવવાની આદત હોય છે. જો કોઈ તેમનો વિરોધ કરે તો તેમનાથી સહન થતું નથી અને તેઓ આક્રમક બની જાય છે. ગુસ્સામાં, તેઓ તેમની મર્યાદાઓ પાર કરે છે. જો કે, પાછળથી તેઓ તે ભૂલ સુધારવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેમની આ પ્રકૃતિ જીવનમાં સમસ્યાઓ ઉભી થાય છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ (Scorpio) આ રાશિના લોકોને ભયંકર ગુસ્સો આવે છે. તેઓ ગુસ્સામાં પછી કોઇ વાત માનવા તૈયાર નથી હોતા. આ રાશિના જાતકોને દલીલોથી કોઇ પહોંચી નથી શકતુ તેઓ દરેક વખતે પોતાની વાતને જ ખરી માને છે અને એજ કક્કો કુટ્યે રાખે છે કે તેઓ જ સાચા છે તેમનાથી કોઇ ભૂલ શક્ય જ નથી. તેમના આવા જિદ્દી વલણને કારણે કોઇ તેમની સાથે દોસ્તી કરતુ નથી અને બધા તેમનાથી દૂર જ રહે છે.

ધન રાશિ
ધન રાશિ (Sagittarius) આ રાશિના જાતકોનો સ્વભાવ બાલીશ હોય છે. તેમને બચપનથી જ ભયંકર ગુસ્સો આવે છે. તેઓ દિલના ખરાબ નથી હોતા બસ સહજતાથી જ તેઓને ભયંકર ગુસ્સો આવે છે. ગુસ્સામાં તેઓ પોતાનું જ નુકસાન કરી બેસે છે.

Leave a Reply

Your email address will not be published.