મારી સામે રહેતો એક યુવક મને કિસ અને હગ કરવાનું કહે છે પણ કોઈ દિવસ આઈલવ્યું પણ નથી કહ્યું

GUJARAT

પ્રશ્ન : મારી ઉંમર વીસ વર્ષ છે. હું વારંવાર ઉત્તેજના અનુભવું છું અને મને વારંવાર સાથ માણવાની ઇચ્છા થાય છે. મારી આ ઇચ્છા શાંત કરવા માટે મને માસ્ટરબેશન કર્યા વિના ચાલતું નથી. મારે શું કરવું? આના કારણે નબ‌ળાઇ નહીં આવી જાય ને? ભવિષ્યમાં મારાં દાંપત્યજીવનમાં તો કંઇ વાંધો નહીં આવે ને? એક યુવક (સાણંદ)

ઉત્તર : તમારી વયમાં જો તમને વારંવાર સાથ માણવાની ઇચ્છા જાગે તો એ વાત દર્શાવે છે કે તમારા જાતીય સ્રાવો સક્રિય થઇ ગયા છે. તમને માસ્ટરબેશનની આદત પડી ગઇ છે કેમ કે તેનાથી તમે તમારી ઉત્તેજના શાંત કરી શકો છો. આનાથી તમારાં દાંપત્યજીવનમાં કોઇ પ્રકારની સમસ્યા નહીં આવે કેમ કે આ કોઇ કુટેવ નથી. તમે માત્ર તમારી ઇચ્છા સંતોષવા માટે માસ્ટરબેશન કરો છો.

બનવાજોગ છે કે લગ્ન બાદ જ્યારે તમે સહજીવન માણો ત્યારે તમારી આ આદત છુટી પણ જાય. માટે ચિંતા કરવાની જરૂર નથી. માસ્ટરબેશન છોડવાનો જેટલો પ્રયાસ કરશો એટલી એની માત્રા વધતી જશે. તમે માટે એની ચિંતા કર્યા વગર નિયમિત કસરત કરવાની ટેવ કેળવો. આ પછી માસ્ટરબેશનનું પ્રમાણ અઠવાડિયે એક વખત કરી દો.

નિયમિત કસરત કરતા હશો તો તમે એમ કરી શકશો. સેકસોલોજીના હિસાબે તમે માસ્ટરબેશન અઠવાડિયામાં ચાર વખત કરો કે પછી રોજ કરો એનાથી નબળાઈ ન આવે, પરંતુ તમારો ખોરાક, ઊંઘ કે વ્યાયામ પૂરતા નહીં હોય તો નબ‌ળાઇ લાગી શકે છે.

પ્રશ્ન : મારી ઉંમર 22 વર્ષ છે. મારી સામે રહેતો છોકરો મને ખૂબ ગમે છે. હું તેની સાથે વાતો કરું છું. અમે ફોનમાં કલાકો સુધી રાત્રીના સમયે વાતો કરીએ છીએ. મેં એની સામે હું તેને પ્રેમ કરું છું એવી વાત કબૂલી નથી પણ મને લાગે છે કે તે જાણતો હશે, કારણ કે તે વાત કરવામાં ઘણી છૂટછાટ લે છે. તે અમુક એવા વીડિયો પણ મોકલે છે.

જોકે તેણે મને કદી આઈ લવ યુ નથી કહ્યું પણ તે ઘણી વાર મને હગ કરવાનું કહે છે, કિસ કરવા પણ કહે છે. મારે શું કરવું જોઈએ? મને ડર લાગે છે કે હું એને સાવ ના પાડી દઇશ અને તે જતો રહેશે તો? મને તેના માટે ઘણી લાગણી છે. મને પણ તેને હગ કરવાનું મન થાય છે. મને લાગે છે કે તે મને હગ કરવાનું કહે છે તો કદાચ તેને પણ મારા માટે લાગણી હોય.

જવાબ : તમે અંધારામાં તીર મારવાની વાત કરી રહ્યાં છો. જો તે છોકરાને તમારા માટે ખરી લાગણી હશે તો તે તમારો વિશ્વાસ જીતશે, તમને તેના પ્રેમ વિશે જણાવશે અને પછી જ તમને હગ કરવા કે કિસ કરવા કહેશે. પણ જો તેણે આવું નથી કર્યું અને સીધા જ નજીક આવવાની વાત કરી રહ્યો છે તો તમારે ચેતીને ચાલવું જોઇએ. બને તેને તમારી લાગણી વિશે ખબર હોય એટલે એ તમારા ભોળપણનો લાભ લઈ રહ્યો હોય.

Leave a Reply

Your email address will not be published.