નડિયાદની મહિલાએ અમદાવાદના આધેડને હનીટ્રેપમાં ફસાવ્યા

DHARMIK

અમદાવાદ વસ્ત્રાલ રોડ પર રહેતા અને કડીયાકામ કરતા 58 વર્ષીય આધેડના ફોનમાં ગત અઢી માસ અગાઉ એક અજાણ્યા નંબર પરથી દક્ષા નામની મહિલાનો ફોન આવ્યો હતો. મહિલાએ ફોન પર મીઠી મીઠી વાતો કરી આધેડને પોતાના પ્રેમજાળમાં ફસાવ્યો હતો. બાદમાં વોટ્‌સઅપ પર આધેડના નગ્ન ફોટા મંગાવ્યા હતા.

બાદમાં તા.28-02-22ના રોજ મહિલાએ ફોન કરી નડિયાદ બોલાવી નડિયાદ રેલવે સ્ટેશન પર ચ્હા નાસ્તો કર્યા બાદ બંને ખાત્રજ ચોકડી પર આવેલ આશીર્વાદ ગેસ્ટ હાઉસમાં ગયા હતા. જ્યાં એકાદ કલાક રોકાયા બાદ બંને એક્ટીવા પર નડિયાદ આવવા નીકળ્યા હતા.

દરમિયાન નડિયાદ નજીક પહોંચતા એક વેગેનાર ગાડીએ તેમને આંતરી ગાડીમાંથી દક્ષાની બહેન, બનેવી, હિતેશ નામના ઈસમે તમે ગેસ્ટહાઉસમાં શારિરીક સંબંધ બાંધીને આવ્યા છો, પોલીસ સ્ટેશન ચાલો તમારા પર કેસ કરવાનો છે, તમારા નગ્ન ફોટા અમારી પાસે છે તેવી ધમકી આપી કેસ ના કરવો હોય તો 2.50 લાખ આપવા પડશે તેમ કહેતા આધેડે 30 હજાર ગુગલપે અને ત્યારબાદ 2.23 લાખ આંગળીયાથી મોકલ્યા હતા.

કુલ 10 લાખ ત્રણ હજાર પડાવી લઈ વધુ પૈસા નહીં આપો તો દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા આખરે આ મામલે આધેડે દક્ષા, દક્ષાની બહેન, દક્ષાનો બનેવી તથા હિતેશ નામના ઈસમ વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ મથકે મથકે ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની

Leave a Reply

Your email address will not be published.