મુસ્લિમ પરિવારથી સંબંધ ધરાવતી હતી આ અભિનેત્રીઓ, નામ બદલી શોહરત મેળવી

BOLLYWOOD

ફિલ્મી દુનિયામાં આવ્યા બાદ ઘણા બોલિવૂડ કલાકારો પોતાનું નામ બદલી નાંખે છે. આમાં ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ સામેલ છે. એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે પોતાનું નામ બદલ્યુ છે. આ અભિનેત્રીઓએ પોતાનું નામ બદલીને શોહરત પણ હાંસલ કરી. ઘણી અભિનેત્રીઓ એવી પણ હતી જે મુસ્લિમ પરિવારમાં જન્મ થયો પરંતુ તેમણે પોતાનું નામ હિંદુ જેવું રાખ્યું. આ અભિનેત્રીઓના ફેન્સ પણ તેમને તે નામથી જ ઓળખે છે. એક નજર બોલિવૂડની એવી મુસ્લિમ અભિનેત્રીઓ પર જેમને પોતાનું નામ બદલ્યું.

મધુબાલા

મધુબાલા બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓમાં સામેલ છે. પચાસ અને સાઇઠના દાયકામાં પોતાના અદભૂત અભિનયથી દર્શકોના દીલ જીતનાર મધુબાલાનું અસલી નામ મુમતાજ બેગમ હતું. બોલિવૂડમાં આવતાની સાથે જ તેણે પોતાનું નામ બદલીને મધુબાલા કરી દીધુ. મધુબાલાને અસલ ઓળખ વર્ષ 1947માં આવેલ ફિલ્મ નિલકમલથી મળી હતી. મધુબાલા ઉર્ફ મુમતાજ બેગમ દિલ્હીના એક મુસ્લિમ પરિવારથી સંબંધ ધરાવતી હતી.

રિના રોય

આ વાત ખુબ જ ઓછા લોકો જાણતા હશે કે, રીના રોય પણ એક મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. રીનાનું અસલ નામ સાયારા અલી છે. તેણે વર્ષ 1972માં ફિલ્મ જરૂરતથી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. બોલિવૂડમાં આવ્યા બાદ તેણે સાયરા અલીથી નામ બદલી રીના રોય રાખી લીધુ હતું.

તબ્બૂ

આ પણ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓમાં સામેલ છે. તબ્બૂનું અસલી નામ તબ્બસુમ ફાતિમા હાશમી છે. તબ્બૂએ અભિનેત્રી તરીરે વર્ષ 1985માં ફિલ્મ હમ નોજવાનથી પોતાના ફિલ્મ સફરની શરૂઆત કરી હતી. જેના પછી તેણે ઘણી સુપરહીટ ફિલ્મો આપી.

માન્યતા દત્ત

બોલિવૂડ અભિનેતા સંજય દત્તની પત્ની માન્યતા દત્ત પણ મુસ્લિમ છે. તેનું અસલી નામ દિલનવાઝ શેખ છે. માન્યતાએ ફિલ્મોમાં આવવા માટે દિલનવાઝ શેખ નામ બદલીને માન્યતા કરી દીધુ. તે ફિલ્મ ગંગાજલમાં આઇટમ નંબર કરીને ચર્ચામાં આવી હતી. માન્યતા સંયજ દત્તની ત્રીજી પત્ની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *