મુંબઈ ઈન્ડિયન્સના કોચે ભારતીય ખેલાડીઓને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો, મચ્યો હડકંપ

nation

મુંબઈ ઈન્ડિયન્સ(Mumbai Indians)ના ફીલ્ડિંગ કોચ જેમ્સ પેમેંટે(James Pamment) એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમ્સ પેમેંટે કહે છે કે, આઈપીએલ 2021 દરમિયાન ભારતના કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ બાયો બબલમાં રોકાવાનું પસંદ નહોતા કરતા. જણાવી દઈએ કે, ભારતમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને કારણે, આઈપીએલ 2021ની સીઝન અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.

ભારતના ખેલાડીઓએ રોક-ટોક સ્વીકારતા નહોતા

મુંબઈ ઈન્ડિયન્સના ફીલ્ડિંગ કોચ જેમ્સ પેમેંટે કહ્યું, ભારતના કેટલાક સિનિયર ખેલાડીઓએ બાયો બબલમાં રોક-ટોકને ધ્યાનમાં લીધું નહીં. ભારતમાં કોઈએ પોતાના પ્રિયજન ગુમાવ્યા હતા અને અમે એમની પાસેથી શીખતા પણ હતા જે કહેતા હતા કે અમે આઇપીએલ ચાલુ રાખીએ છીએ. અમે નસીબદાર લોકો હતા જે વ્યાવસાયિક રીતે પોતાની સેવા આપી રહ્યા હતા.

બાયો બબલમાં ખેલાડીઓ સંક્રમિત થયા

તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સના ફિલ્ડિંગ કોચ જેમ્સ પેમેંટ ન્યૂઝીલેન્ડ પહોંચી ગયા છે. બાયો બબલમાં પણ મોટી સંખ્યામાં ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા બાદ આઈપીએલ 2021 અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. આઈપીએલ 2021ની 60 મેચમાંથી માત્ર 29 મેચનું આયોજન કરવામાં આવ્યું શક્યું.

આઈપીએલની બાકીની મેચ ક્યારે યોજાશે?

એવા અહેવાલો છે કે બાકીની 31 મેચ ટી-20 વર્લ્ડ કપ પહેલા સપ્ટેમ્બરના અંતમાં અથવા નવેમ્બરના મધ્યમાં યોજાઇ શકે છે. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કર્યું હતું કે આઈપીએલ 2021ની બાકીની મેચ ભારતમાં યોજાશે નહીં.

Leave a Reply

Your email address will not be published.