મુંબઇ દુનિયાનું બીજું સૌથી ઇમાનદાર શહેર, અનોખા પ્રયોગ અંગે જાણી નવાઇ લાગશે, મહિન્દ્રાએ કહ્યું-“ગર્વ છે”

nation

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન સોશિયલ મીડિયા પર ખૂલ એક્ટિવ રહેતા હોય છે. તેઓ પોતાને પસંદ આવતા મેસેજીસને ખુલ્લા મનથી શેર કરતા રહે છે. આ સિલસિલામાં તેમણે પોતાના ફેન્સને દુનિયાના એક અનોખા પ્રયાગની માહિતી આપી. આ પ્રયોગનું નામ ‘ધ વોલેટ એક્સપરિમેન્ટ’ હતું. તેનું પરિણામ જાણી દેશવાસીઓને ગર્વ થશે.

વાત એમ છે કે કેટલાંક પસંદગીના શહેરોના લોકોની ઇમાનદારીના પારખાનો પ્રયોગ કરાયો તેમાં મુંબઇને દુનિયાના બીજા સૌથી ઇમાનદાર શહેરનો ખિતાબ મળ્યો છે. રીડર્સ ડાઇજેસ્ટ એ જાણવા માંગતી હતી કે દુનિયાના કયાં શહેરના લોકો કેટલાં ઇમાનદાર છે? આ પ્રશ્નનો જવાબ જાણવા માટે અનોખી રૂપરેખા તૈયાર કરાઇ. આ સોશિયલ એક્સપરિમેન્ટસમાં રીડર્સ ડાઇજેસ્ટે દુનિયાના 16 મોટા શહેરોમાં કુલ 190 વોલેટ એટલે કે પર્સ જાણીજોઇને ખોવી દીધા. દરેક શહેરમાં 12 વોલેટ જાણી જોઇને આમ-તેમ જાહેર જગ્યામાં છોડી દીધા હતા.

આ વોલેટ્સમાં અલગ-અલગ લોકોનું નામ, એડ્રેસ, ફોન નંબર, ફેમિલી ફોટો, કૂપન અને બિઝનેસ કાર્ડ પણ સાથે મૂકયા હતા. તો પર્સમાં આ દેશની કરન્સીના હિસાબથી 50 ડોલર એટલે કે 3600 રૂપિયા જેટલી રોકડ મૂકી હતી. દુનિયાના અલગ-અલગ લોકેશનમાં આ પર્સને જાણીજોઇ ડ્રોપ કર્યા બાદ તેની રાહ જોવાઇ કે કયા શહેરમાં કેટલાં પર્સ પાછા મળે છે.

આનંદ મહિન્દ્રાનું ટ્વીટ

આ માહિતીને શેર કરતાં આનંદ મહિન્દ્રાએ પોતાની ટ્વીટમાં લખ્યું “મારા માટે આ પરિણામો હેરાન કરનાર લાયક બિલકુલ નથી. પરંતુ આ પરિણામે તેમને સંતોષથી ભરી દીધા. અને જો સંબંધિત શહેરોના લોકોની આવક સાથે મુંબઇવાળાની તુલના કરાય તો આ તો વધુ સમ્માનજનક છે.”

આ પ્રયોગમાં એકલા મુંબઇમાં જાણી જોઇને છોડીને જતા રહેલા 12 પર્સમાંથી 9 પાછા આવ્યા. તેની સાથે જ મુંબઇ આ સામાજિક પ્રયોગમાં દુનિયાનું બીજું સૌથી ઇમાનદાર શહેર બન્યું. તો ફિનલેન્ડના હેલિંસ્કીમાં 12માંથી 11 પર્સ સહી સલામત જે-તે એડ્રેસ પર પાછા પહોંચી ગયા અને તે દુનિયાનું સૌથી ઇમાનદાર શહેર બની ગયું. યાદીમાં ન્યૂયોર્ક અને બુડાપેસ્ટમાં 12માંથી 8, મોસ્કો અને એમ્સટર્ડમમાં 12માંથી 7, બર્લિન અને લ્યૂબલિયાનામાં 12માંથી 6, લંડનમાં 12માંથી 5 પર્સ જ પાછા આવ્યા. પોર્ટુહલના લિસ્બન શહેરમાં 12માંથી માત્ર એક જ પર્સ પાછું આવ્યું. આમ આ દ્રષ્ટિએ યાદીમાં તે સૌથી નીચે રહ્યું.

Leave a Reply

Your email address will not be published.