મોટાભાગની યુવતીઓને કેમ લગ્ન પછી વધી જાય છે એકદમ યુવતીઓનું વજન

GUJARAT

તમે ઘણી વખત ઘણાં લોકોના મોંથી સાંભળ્યું હશે કે લગ્ન બાદ વજન વધી જાય છે. આ સવાલથી યુવતીઓ ખૂબ પરેશાન રહે છે અને વિચાર્યા કરે છે કે આખરે કેમ લગ્ન બાદ યુવતીઓનું વજન વધી જાય છે. એવું તો શુ હોય છે કે જેથી યુવતીઓના વજનમાં વધારો થાય છે. જોકે તેની પર અત્યાર સુધીમાં ઘણી શોધ કરવામાં આવી છે અને કારણો સામે આવ્યા છે. આ કારણ જાણીને તમે પણ હેરાન થઇ શકો છો. આવો જોઇએ કયા કારણો છે જેથી લગ્ન બાદ વધી જાય છે તમારુ વજન.

એક શોધ અનુસાર લગ્નના પહેલા વર્ષમાં કપલનું વજન 2-3 કિલો વધી જાય છે. તેનું પહેલું કારણ છે કે લોકો લગ્ન પહેલા તેમના વજન પર ખૂબ ધ્યાન આપે છે. વધારે પડતા લોકો લગ્ન પહેલા તેમની ફિટનેસ પર ધ્યાન આપીને વજન ઓછું કરે છે.

તો લગ્ન બાદ બેરદરકારી પૂર્વક ખાવાનું ખાવાથી વજનમાં વધારો થાય છે.જ્યારે તમે પાર્ટનર સાથે રહેવા લાગો છો તો ભોજન પણ આ તેનો એક મહત્વનો ભાગ બની જાય છે. જે પાર્ટનર ને તમે અત્યાર સુધી ફોન પર પૂછતા હતા કે ડીનર કર્યું કે નહી, હવે તે પાર્ટનરને તમે તમારા હાથથી ભોજન કરાવી શકો છો. એવામાં વધારે જમવાથી વજન વધી જાય છે.

લગ્ન બાદ ફક્ત યુવતી જ નહી યુવકની પણ લાઇફસ્ટાઇલ બદલાઇ જાય છે. એવામાં થોડુંક વજન વધવું એ સામાન્ય વાત છે. જોકે નવા મેરિડ કપલ ધ્યાન આપે તો પોતાના વજનને કંટ્રોલ કરી શકો છો. જોકે તેના માટે લગ્નના પહેલા દિવસથી જ તમારી લાઇફસ્ટાઇલ પર ધ્યાન આપો. રેગ્યુલર વર્કઆઉટ, ડાયેટ કંટ્રોલ અને ખાસ કરીને સ્વીટ વાનગીઓ પર કંટ્રોલ કરો. જેથી તમે તમારુ વજનને મેનટેન કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.