મોલમાં શરૂ થઇ લવ સ્ટોરી મોબાઇલથી આગળ વધી, યુવકે યુવતીને શારીરિક સંબંધ બાધી છોડી દીધી

GUJARAT

અમદાવાદ – મોબાઈલ નંબરની આપ લે કરી ને વિશ્વાસ કેળવી યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપીને યુવતીને ભગાડી ગયો. અને રાજસ્થાન લઈ જઈ યુવતી સાથે શારીરિક સંબંધની માંગ કરી જો કે યુવતી એ પ્રતિકાર કરતા તેની સાથે મારઝૂડ કરીને શારીરિક સંબંધ બાંધ્યો અને બાદમાં ખેડા તરફ યુવતીને તરછોડીને નરાધમ ફરાર થઈ જતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

નિકોલ વિસ્તારમાં રહેતી અને અભ્યાસ કરતી યુવતીની સહેલી ચારેક મહિના પહેલા સુરેન્દ્રનગરથી ખરીદી કરવા માટે આવી હતી. બંને નિકોલ ડી-માર્ટમાં જઈ રહ્યા હતા ત્યારે સહેલીનો મિત્ર અને અન્ય એક યુવક અચાનક જ ત્યાં મળી ગયો હતો. આ સમયે ભોગ બનનાર યુવતી અને અજાણ્યા યુવકે મોબાઈલ નંબરની આપ લે કરી હતી. બાદમાં બંને વચ્ચે મોબાઈલથી વાતચીત થતી હતી.

9મી તારીખે આરોપીએ યુવતીને મેસેજ કરીને નિકોલ લીંબુ વાડી પાસે બોલાવી હતી. અને તેઓએ ભાગી જવાનું છે તેમ કહીને ગાડી માં રિંગરોડ પર લઈ ગયો. જ્યાં તેના મિત્રને બોલાવી ગાડી તેને આપીને પોતે ખાનગી લકઝરી બસમાં બેસી હિંમતનગર ગયા હતા.

ત્યાંથી તેઓ અંબાજી થઈ રાજસ્થાન પહોંચ્યા હતા. રાજસ્થાનનાં જયપુર માં આરોપી યુવકે યુવતીની સાથે બળજબરીથી શારરિક સબંધ બાંધ્યા હતા. અને સ્ટેમ્પ પેપર લગેલાં કાગળ પર સહી કરાવી લીધી હતી. જો કે યુવતી ઇનકાર કરે તો આરોપી તેને માર મારીને તેના માતા-પિતાને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.

13મી તારીખે તેઓ ઉદયપુરથી કાલુપુર આવ્યા હતા. અને ત્યાંથી લકઝરી બસમાં બેસીને ખેડા તરફ જવા નીકળ્યા હતા. જો કે ખેડા જતાં સમયે આરોપી યુવતીને રસ્તામાં છોડીને ફરાર થઈ ગયો હતો. જેથી યુવતી પણ તારાપુર પાસે ઉતરી ગઈ હતી. અને ત્યાંથી તેના પિતાને આં બાબતની જાણ કરી હતી. આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસ એ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *