મોડલે પાલતુ કૂતરાની જેમ કરોડોની કારને પટ્ટો બાંધીને રસ્તા પર ફેરવી

BOLLYWOOD

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. એક મહિલા પોતાની કરોડોની કારને પાલતુ કૂતરાની જેમ બાંધીને રસ્તા પર ફ્રતી હોય તેમ લાગે છે. આ મહિલા મેરિનેલા બેઝર છે.

મેરિનેલા જાણીતી મોડલ છે. મેરિનેલા લક્ઝુરિયસ લાઇફ્ જીવવા માટે જાણીતી છે. થોડાં સમય પહેલાં જ મેરિનેલાએ સોશિયલ મીડિયામાં આ વીડિયો પોસ્ટ કર્યો હતો.

વીડિયોમાં પહેલાં એમ લાગે કે મેરિનેલા કોઈ પાલતુ પ્રાણીને લઈને રસ્તા પર ફ્રવા નીકળી છે. જોકે, પછી મેરિનેલા પોતાની કરોડો રૂપિયાની કાર સાથે જોવા મળે છે.

મેરિનેલા મેક્લેરન સ્પોર્ટ્સ કાર સાથે જોવા મળી હતી.ઓરેન્જ રંગનો શોર્ટ ડ્રેસ ને હાઇ હિલમાં મેરિનેલા આકર્ષક લાગતી હતી. દુબઈના રસ્તા પર મેરિનેલાએ કારને બ્લેક પટ્ટાથી બાંધી હતી અને તે પટ્ટાથી કારને ખેંચતી હતી.

વીડિયોમાં જે કાર જોવા મળે છે, તેની કિંમત અંદાજે પાંચથી આઠ કરોડની વચ્ચે હોવાનું અનુમાન છે.મેરિનેલા લક્ઝુરિયસ ડિઝાઇનર બ્રાન્ડ મેલિનીની ફઉન્ડર છે.

તેણે ડૉક્ટર ડેન્ટ નામની ડેન્ટલ પ્રોડક્ટ પણ લૉન્ચ કરી હતી. મેરિનેલા અવારનવાર ગ્લેમરસ ફેટોશૂટ કરાવતી હોય છે. ફેટોશૂટની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી જ વાઇરલ થતી હોય છે.

Leave a Reply

Your email address will not be published.