મોદી સરકાર મહિલાઓના ખાતા નાખી રહી છે 5 હજાર રૂપિયા, જાણો કોને મળશે લાભ

GUJARAT

કોરોનાના આ સંકટકાળ (Corona Pandemic)માં સામાન્ય માણસની આર્થિક સ્થિતિને સીધી અસર થઈ છે. આવી સ્થિતિમાં, પહેલીવાર સગર્ભા સ્ત્રીઓના કલ્યાણ માટે જાન્યુઆરી 2017માં શરૂ કરાયેલ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના(Pradhan Mantri Matru Vandana Yojana- PMMVY) તેમના માટે વરદાન સાબિત થઈ રહી છે. હજી સુધી લાખો મહિલાઓએ આ યોજના હેઠળ નોંધણી કરાવી છે અને લાભ લઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર સગર્ભા સ્ત્રીઓના ખાતામાં 5000 હજાર રૂપિયા આપી રહી છે. જો તમારે પણ આનો લાભ લેવો છે, તો આજે અમે તમને જણાવી રહ્યાં છે કે તમે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકો છો.

PMMVY યોજના વિશે જાણો?

કેન્દ્ર સરકાર દેશભરમાં મહિલાઓ અને નવજાત શિશુના ભવિષ્ય માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે. સગર્ભા સ્ત્રીઓ અને નવજાત શિશુના વિકાસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે PMMVY યોજના બનાવી છે. આ યોજના હેઠળ સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને 5000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. 5000 રૂપિયા ત્રણ જુદા જુદા હપ્તામાં આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જે મહિલાઓ 19 વર્ષ પહેલાં ગર્ભવતી થયેલી મહિલાને તેનો લાભ મળશે નહીં.

જાણો જ્યારે તમને પૈસા મળે છે?

Pradhan Mantri Matru Vandana અંતર્ગત પ્રથમ વખત ગર્ભવતી થવા પર પોષણ માટે ગર્ભવતીના ખાતામાં પાંચ હજાર રૂપિયા આપવામાં આવે છે. તેનો પહેલો હપતો રૂ. 1000ની ગર્ભધારણના 150 દિવસની અંદર ગર્ભવતી મહિલાની નોંધણી થવા પર આપવામાં આવે છે, જ્યારે બીજો હપ્તો 2000 હજાર રૂપિઆ 180 દિવસની અંદર અને ઓછામાં ઓછો એક પ્રસવ પૂર્વ ચેક અપ પૂરા થવા પર આવવામાં આવે છે. 2000નો ત્રીજો હપ્તો ડિલિવરી પછી અને જ્યારે બાળકનું પ્રથમ રસીકરણ ચક્ર પૂર્ણ થાય પછી મળે છે.

આ મહિલાઓને લાભ મળે છે?

આ યોજનાનો લાભ તે મહિલાઓને આપવામાં આવે છે જે રોજિંદા પગાર ધોરણ પર કામ કરી રહી છે અથવા જેમની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગર્ભાવસ્થા દરમિયાન વેતનની ખોટને ઘટાડવાનો છે. આ આર્થિક મદદથી સગર્ભા સ્ત્રીઓને આરામ કરવાનો સમય મળે છે. આ યોજનાનો લાભ તે મહિલાઓને ઉપલબ્ધ નથી, જે કોઈપણ કેન્દ્ર કે રાજ્ય સરકારના ઉપક્રમો સાથે સંકળાયેલી છે.

Leave a Reply

Your email address will not be published.