મેથી સ્વાદ માટે જ નહીં, ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે છે ફાયદાકારક

Uncategorized

આપણા બધાના જ ઘરોમાં મેથી ભોજનનો સ્વાદ વધારવા માટે વપરાતી હશે. પણ આને આયુર્વેદમાં એક દવા તરીકે પણ ઓળખવામાં આવે છે. મેથીનો સ્વાદ એમ તો કડવો હોય છે પણ આની સુગંધ ખાવાનો સ્વાદ વધારી નાખે છે. લીલી મેથીના પાનને લોકો સૂકવીને સ્ટોર કરતા હોય છે અને કસૂરી મેથી તરીકે આખું વર્ષ વાપરતા હોય છે. પણ શું તમે જાણો છો કે આનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો આ ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરીને સારું કોલેસ્ટ્રોલ વધારે છે. આના સ્વાસ્થ્યવર્ધક ગુણોને કારણે તો આને ઘણા ઘરોમાં હર્બલ ટી તરીકે પીવામાં આવે છે. તો ચાલો આજે જાણીએ કસૂરી મેથીના ફાયદાઓ –

1) દૂધનું ઉત્પાદન વધારે

નવી માતાઓ માટે કસુરી મેથી ખૂબ જ ફાયદાકારક છે. જો તે દરરોજ ખાય તો સ્તનપાન કરાવતી માતાઓને તેમના દૂધ ઉત્પાદનમાં લાભ મળે છે. જો સ્તનપાન દરમ્યાન દૂધનું ઓછું ઉત્પાદન થતું હોય તો આ ખૂબ જ ઘરેલું અને અસરકારક ઉપાય છે.

2) કબજિયાતની સમસ્યા દૂર કરે

જો લાંબા સમયથી કબજિયાતની સમસ્યા હોય તો કસૂરી મેથીના સેવનથી આ સમસ્યા દૂર કરી શકાય છે. પાચન પ્રક્રિયાને સારી રાખવા માટે ફાઇબરની ખૂબ જરૂર હોય છે અને કસુરી મેથીમાં ફાઇબર ભરપૂર હોય છે. તેના નિયમિત વપરાશથી આંતરડા સરળતાથી સાફ થઈ જાય છે.

3) ડાયાબિટીસમાં ફાયદાકારક

કસૂરી મેથી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે લોહીમાં શર્કરાનું સ્તર સંતુલિત કરે છે અને ઇન્સ્યુલિન પ્રતિરોધ ઘટાડે છે. કસૂરી મેથીના સેવનથી ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદ મળે છે.

4) મેનોપોઝના લક્ષણોને નિયંત્રિત કરે

40-50 વર્ષની ઉંમરની મહિલાઓ મેનોપોઝમાંથી પસાર થાય છે, જેના કારણે શરીરમાં થાક, બ્રેસ્ટ ટેન્ડરનેસ, અનિયમિત માસિક સ્રાવ અને યોનિમાં શુષ્કતા જેવા લક્ષણો આવે છે. જો કસુરી મેથીને શરૂઆતથી જ આહારમાં સામેલ કરવામાં આવે તો આ લક્ષણો નિયંત્રિત કરી શકાય છે.

5) શરીરમાં ઘણા પોષકતત્વોની જરૂરિયાતો પૂરી કરે

કસુરી મેથીમાં ઘણા પોષક તત્વો હોય છે જે શરીરની જરૂરિયાતો પૂરી કરે છે. તે સૂક્ષ્મ પોષકતત્વોનો સમૃદ્ધ સ્ત્રોત છે અને આયર્ન, કેલ્શિયમ અને વિટામિન્સથી ભરપૂર હોય છે. મેથી હાડકાં મજબૂત રાખે છે અને હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે.

6) વાળ અને ત્વચા માટે પણ ફાયદાકારક

કસુરી મેથી વાળ અને ત્વચા માટે ફાયદાકારક હોય છે. તે ત્વચામાં નવા કોષો બનાવવામાં મદદ કરે છે, જે ત્વચાને યુવાન અને ચમકદાર બનાવે છે. જ્યારે તેમાં રહેલા આયર્ન અને અન્ય વિટામિન્સ વાળને સફેદ થવાથી બચાવે છે.

Leave a Reply

Your email address will not be published.