મેં સુહાગરાત્રે પ્રથમવાર સમાગમ માણ્યું,હું હજુ માતા નથી બનવા માંગતી તો શું કરી શકું હવે..

GUJARAT

પ્રશ્ન : હું 23 વર્ષની યુવતી છું. મારો અભ્યાસ હમણાં જ પૂર્ણ થયો છે. મારું મિત્રવર્તુળ બહુ મર્યાદિત છે અને અંગત કહેવાય એવી કોઇ નજીકની મિત્ર પણ નથી. મારા બે મહિના પછી લગ્ન છે પણ મને લગ્નની પહેલી રાત વિશે કોઇ જ માહિતી નથી. આ કારણે લગ્ન વિશે વિચારીને મને બહુ ડર લાગે છે. મારો આ ડર દૂર કરવા માટે શું કરવું જોઇએ? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : લગ્ન પહેલાં જાતીય જીવન વિશે સામાન્ય સમજણ હોવી જરૂરી છે. જો એ ન હોય તો લગ્નજીવનની શરૂઆતમાં જ સમસ્યા ઊભી થઇ શકે છે. આજની યુવા પેઢી પ્રમાણમાં સ્માર્ટ હોય છે અને મોટેભાગે એને જાતીય વ્યવહારો વિશેની સમજણ હોય છે જ. જો તમે આ વિશે ખરેખર કશું ના જાણતા હો તો કોઈ સચોટ વૈજ્ઞાનિક માહિતી આપનારાં પુસ્તકો વાંચો.

આ વિષયની માહિતી મેળવવા માટે સસ્તું અને ઊતરતી કક્ષાનું સાહિત્ય વાંચવું જોઈએ નહીં. આવાંઆવ ને મળવા વાદળી વાદળા.. પુસ્તકો માર્ગદર્શન આપવાના બદલે ગેરમાર્ગે દોરતા હોય છે. તમારા અને તમારા ભાવિ પતિ વચ્ચે લાગણીનો તંતુ રચાય એ માટે પ્રયાસ કરો.

લગ્ન વિશેનો ડર મનમાંથી કાઢી નાખો. જો તમારે આ લગ્ન પછી જાતીય જીવન અને ફેમિલી પ્લાનિંગ વિશે સાચું અને નક્કર માર્ગદર્શન જોઇતું હોય તો તમે કોઇ સારા ડોક્ટરની મદદ લઇ શકો છો. યોગ્ય ડોક્ટર કાઉન્સિલિંગ કરીને તમને મૂંઝવતા તમામ સવાલોનો ઉકેલ આપી શકશે અને લગ્ન વિશેનો તમારો ડર દૂર કરી શકશે.

સમસ્યા: મારી સમસ્યા એ છે કે મેં પહેલી જ વાર સમાગમ કરેલો છે. હજી મહિનો પણ થયો નથી. મને એવું લાગે છે કે મને ગર્ભ રહેશે. મારે ગર્ભ રાખવો નથી. હું હમણાં માતા બનવા માગતી નથી. તો પ્લીઝ, ગર્ભ પડાવવા કે ગર્ભ ન રહે એ માટે જરૂરી દવા કે સલાહ આપો અને ભવિષ્યમાં સેક્સ કરવાથી ગર્ભ ન રહે એ માટે કોઇ સારી દવા જણાવશો. મારી મૂંઝવણ તમે પ્લીઝ દૂર કરી આપશો.

ઉકેલ: સૌ પ્રથમ તો આપ મહિનો પૂરો થાય તેની રાહ જુઓ અને જો દસેક દિવસ ઉપર ચડી ગયા હોય તો પેશાબની તપાસ કરાવી લો.જો એમાં પ્રેગ્નન્સી રહેલી હોય તો ડોક્ટરની સલાહ મુજબ દવા લો. આના માટે ડોક્ટરની રૂબરૂ મુલાકાત લેવી જરૂરી છે. અત્યારે કોઇ જ દવા ન લેવી જોઇએ.ગર્ભ ન રહે તે માટેની દવા સમાગમના બોત્તેર કલાકની અંદર લેવાની હોય છે.

તેને ઇમર્જન્સી કોન્ટ્રાસેપ્ટિવ કહેવામાં આવે છે. તેથી અત્યારે આ દવા લેવાથી કોઇ જ ફાયદો થશે નહીં. જો આપના લગ્ન ન થયાં હોય તો ભવિષ્યમાં સમાગમ વખતે તમારા માટે નિરોધનો પ્રયોગ ઉત્તમ રહેશે. તેનાથી ગર્ભ તો નહીં જ રહે, સાથે સાથે જાતીય બીમારીઓથી પણ રક્ષણ મળશે.સેક્સ ટિપ્સ:- નિયમિત દારૂના સેવનથી શુક્રાણુની સંખ્યા અને ગુણવત્તા પર અસર થાય છે.

Leave a Reply

Your email address will not be published.