મેં કોન્ડોમ પેહર્યું હતું પણ હજુપણ મારી GF ને માસિક નથી આવ્યું

GUJARAT

પ્રશ્ન : મારી હમણાં જ સગાઇ થઇ છે. મારો ફિયાન્સે અને સાસરિયાં બહુ જ સારાં છે. તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે. મારી ફ્રેન્ડ મને કહેતી હતી કે સંયુક્ત પરિવારમાં રહેવા માટે બહુ એડજસ્ટમેન્ટ કરવું પડે છે. મને તેની વાત સાંભળીને બહુ ડર લાગે છે. સંયુક્ત પરિવારમાં રહેવાથી શું ફાયદો થાય? એક યુવતી (રાજકોટ)

ઉત્તર : સંયુક્ત પરિવારમાં રહેવાના પોતાના આગવા ફાયદા છે. સંયુક્ત પરિવારમાં રહેવાથી તમને વસ્તુને શેર કરવાનું શીખવા મળે છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવો સમય આવી જાય છે જ્યારે આર્થિક સમસ્યા ઉભી થાય છે. આવા સમયમાં પણ સંયુક્ત પરિવાર ઘણો સધિયારો આપે છે. જે લોકો એકલા રહેતા હોય છે તેઓ વીજળી, પાણી, ગેસ જેવી વસ્તુનો વધારે ખર્ચ કરતા હોય છે.

જે ઘરમાં ઘણા લોકો રહેતા હશે તો પરસ્પર ખર્ચ પણ વહેંચાઈ જાય છે. આ કારણે મની મેનેજમેન્ટ સંયુક્ત પરિવારમાં વધારે જોવા મ‌ળે છે. એકલા રહેતા લોકોને જીવનમાં વધારે તાણનો સામનો કરવો પડે છે, જ્યારે સંયુક્ત પરિવારમાં લોકો વધારે ખુશહાલ રહેતા હોય છે. એકસાથે રહેવાનો બીજે એક લાભ એ પણ છે કે તમે તમારી સમસ્યા બીજા સભ્યો સાથે વહેંચી શકો છો.

સવાલ: હું અને મારી પ્રેમિકા હમણાં સમાગમ માણતા હતા ત્યારે મેં કોન્ડોમ પહેર્યું હતું એ વાતને હજી મહિનો થયો પણ મારી પ્રેમિકાને માસિક નથી આવ્યું,તો શું એને ગર્ભ ધારણ કરી લીધો હશે ?

જવાબ: માસિક ના આવવાના ઘણા બધા કારણો હોઈ છે પણ એક કારણ એવું ખરું કે કદાચ કોન્ડોમ અજાણતા ફાટી ગયો હોય તો વીર્ય અંદર જઈ શકે અને તમારી પ્રેમિકા ગર્ભવતી થઈ શકે,જેથી બજારમાં મળતી પ્રેગ્નન્સી કીટ લાવીને તમે ચેક કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.