મેં એક વેશ્યા જોડે રાત ગુજારી પછી મે એડ્સનો ટેસ્ટ કરાવ્યો તો મને જે જાણવા મળ્યું એ….

GUJARAT

પ્રશ્ન : હું ૪૦ વર્ષનો અપરિણીત પુરુષ છું. મેં હજી સુધી સંભોગ કર્યો નથી. મેં ૧૩મા વર્ષે હસ્તમૈથુન શરૂ કર્યું હતું અને ૩૨માં વર્ષ સુધી ચાલુ રાખ્યું હતું. જોકે છેલ્લા કેટલાક સમયથી મારાં વૃષણ કદ ઘટી ગયું છે. શું કોઈ ઉણપ કે ખામી અથવા બીમારીને કારણે આમ થતું હશે? આને પરિણામે લગ્ન પછી મારા જાતીય જીવન પર કોઈ અસર થશે ખરી?
એક પુરુષ (રાજકોટ)

ઉત્તર : જો તમે પરાકાષ્ઠાની હદ સુધી હસ્તમૈથુન કરી શકતા હો અને પૂરતા પ્રમાણમાં વીર્ય આવતું હોય તો તમારા શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સંતુલન એકંદરે નોર્મલ છે. ઉપરાંત તમારા લગ્નજીવનમાં પણ કશી સમસ્યા નહીં સરજાય. જોકે તમને હજી પણ શંકા રહે તો કોઈક મૂત્રરોગના નિષ્ણાતની સલાહ લેજો.

પ્રશ્ન : હું ૪૮ વર્ષનો પરિણીત પુરુષ છું. નવેમ્બર, ૨૦૦૭માં મેં એચઆઈવી ટેસ્ટ કરાવી અને તેનંુ પરિણામ નેગેટિવ હતું. ત્યાર બાદ મેં એક વેશ્યા સાથે સંભોગ કર્યો હતો. અને માર્ચ, ૨૦૦૮માં વેસ્ટર્ન બ્લૉટ પધ્ધતિથી ફરીથી એચઆઈવી ટેસ્ટ કરાવી હતી. તેનંુ પરિણામ ફરીથી નેગેટિવ આવ્યું હતું. મારી પત્ની તથા બાળકોની તબિયત ખૂબ સારી હોવા છતાં હું હતાશ થઈ ગયો છું અને છેલ્લા છ મહિનાથી કોઈ પણ વ્યક્તિ સાથે મેં સંભોગ કર્યો નથી. મારે બીજી એચઆઈવી ટેસ્ટ કરાવવી જરૂરી છે? હું માનું છું કે જો બાળકો જન્મથી એચઆઈવી પોઝિટિવ હોય તો તેઓ માત્ર છ વર્ષ સુધી જીવી શકે. શું આ વાત સાચી છે? મારી પત્ની અને મારાં બાળકોને એચઆઈવી લાગુ પડવાની શક્યતા છે ખરી? એચઆઈવી સાથે ક્યાં લક્ષણો સંકળાયેલાં છે?
એક પુરુષ (સૂરત)

ઉત્તર : ના, તમારે બીજી એચઆઈવી ટેસ્ટ કરાવવાની કશી જરૂર નથી. બીજું, એચઆઈવીગ્રસ્ત બાળકો છ વર્ષ સુધી જીવશે કે નહીં તેનો આધાર આ સમસ્યા જન્મગત છે કે મેળવેલી છે તેના પર છે. તમારી પત્ની તથા બાળકોને એચઆઈવી લાગુ પડવાની કોઈ શક્યતા નથી. ત્રીજું, એચઆઈવી સાથે સંકળાયેલા લક્ષણોમાં વજન ઉતરી જવું, સમજાય નહીં તેવો મરડો વારંવાર ચેપ લાગવો વગેરેનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published.