મેં આજ સુધી કોઈ યુવક જોડે રોમાંસ નથી કર્યું પણ હવે મારા લગ્ન થવાના છે તો મને ઈચ્છા થાય કે લગ્ન પેહલા જ એકવાર…

GUJARAT

પ્રશ્ન : મારાં ટૂંક સમયમાં લગ્ન થવાનાં છે. મારે એ જાણવું છે કે સમાગમ કરતાં પહેલાં અને પછી કઈ પ્રકારની સ્વચ્છતા જાળવવી જોઈએ જેથી અમારો પ્રેમ ટકી રહે?
એક યુવતી, (મુંબઈ)

ઉત્તર : આ વસ્તુ પતિ અને પત્ની બન્નેને લાગુ પડે છે એટલે મારું લક્ષ્ય હું બન્ને વ્યક્તિ પર રાખીશ. જો એક વ્યક્તિના મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો ઘણી વાર તેના પાર્ટનર માટે ચુંબન કરવું અસહ્ય બની જાય છે. એટલે સંવનનની ક્રિયા શરૂ કરતાં પહેલાં મોઢું બરાબર સાફ કરી લેવું. ભોજનમાં જો કાંદા, લસણ કે હિંગ જેવો ઉગ્ર વાસ ધરાવતો પદાર્થ લીધો હોય તો બ્રશ બરાબર કરવું. ઘણી વાર શરાબ અને સિગારેટ દુર્ગંધમાં વધારો કરી શકે છે.

ઘણી વખત શરીરના પરસેવામાંથી બહુ બદબૂ આવતી હોય છે અને કદાચ એ તમારા પાર્ટનરનો સેકસ્યુઅલ મૂડ બગાડી શકે છે. એટલે સંભોગ કરતાં પહેલાં હૂંફાળા પાણી અને ડીઓડરન્ટ સાબુ વડે સ્નાન કરી લેવું. જેથી શરીરમાં ફ્રેસનેશ વધી જાય અને દુર્ગંધ દૂર થાય. અંદરનાં કપડાં હંમેશા કોટનનાં જ પહેરવાં જેથી પરસેવાનું શોષણ બરાબર થાય અને પરિણામે ફંગલ ઇન્ફેકશન ન થાય. સમાગમ થઈ ગયા પછી પુરુષ અને સ્ત્રી બન્નેએ બને તો પેશાબ કરી લેવો, જેથી નીચેથી ઉપર જતા જંતુઓનો આપમેળે નિકાલ થઈ જાય. ઇન્દ્રિયની આસપાસના વાળ કાપવા અનિવાર્ય છે, કેમ કે એનાથી પરસેવો જમા નહીં થાય અને પરિણામે ફંગલ ઇન્ફેકશન થવાની શક્યતા નહીં રહે.

પ્રશ્ન : મારી ઉંમર ૨૭ વર્ષની છે. મારાં લગ્નને સાત વર્ષ થયાં છે. મારી સમસ્યા એ છે કે મને સંભોગ કરવાનું બહુ મન થાય છે, પણ સંભોગ કરવા જાઉં છું ત્યારે તરત જ સ્ખલન થઈ જાય છે. આ માટે આયુર્વેદની કોઈ દવા બતાવવા વિનંતી? બીજું, મારી વાઈફને સેક્સમાં જરાય રસ નથી. તેની ડિલિવરી વખતે ગર્ભાશયની થેલી કાઢી નાખી છે. હું સંભોગ વખતે વીર્યનું યોનિમાર્ગમાં જ સ્ખલન કરું તો કોઈ બીમારી કે નુકસાન થવાની સંભાવના ખરી?

એક પતિ (મુંબઈ)

ઉત્તર : તમારી પત્નીનું ગર્ભાશય (ગર્ભ રહેવાની થેલી) કાઢી નાખ્યું હોય તો તમારે નિરોધ કે બીજી કોઈ ગર્ભનિરોધક વસ્તુ વાપરવાની જરૂર નથી. તમે સુખેથી સમાગમ કરીને વીર્ય યોનિમાર્ગમાં કાઢી શકો છે. એનાથી તમને કે તમારી પત્નીને કોઈ નુકસાન થવાની શક્યતા નથી. તમે શીઘ્રસ્ખલન માટે આયુર્વેદની દવા માટે લખ્યું છે, પણ આયુર્વેદમાં શીઘ્રસ્ખલન દૂર કરવા જે પણ દવાઓ વપરાય છે એમાં મહંદશે થોડા ઘણા પ્રમાણમાં અફીણ હોય છે, જે લાંબા ગાળે શરીરેન નુકસાન કરી શકે છે અને ભવિષ્યમાં એની આદત પડી જાય છે. એટલે પેરોક્સિટિન કે એવીબીજી ૨૦ મિલીગ્રામની ગોળી સમાગમના ચારથી છ કલાક પહેલાં લેવાથી વ્યક્તિનું શીઘ્રસ્ખલન વિલંબિત સ્ખલનમાં ફેરવાઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published.