માત્ર 22 રૂપિયા માટે છોકરીઓ કરી રહી છે દેહવેપાર, સત્ય હકીકત જાણી કંપી ઉઠશો

social

માત્ર જમવાની વસ્તુઓ એકત્રિત કરવા માટે કિશોર વયની છોકરીઓ માત્ર 22 રૂપિયામાં દેહ વેપાર કરી રહી છે. તો કેટલીક સારી દેખાતી છોકરીઓને આના માટે 70-80 રૂપિયા મળી રહ્યા છે. જી હા અમે વાત કરી રહ્યા છીએ દક્ષિણ આફ્રિકાના કેટલાંય વિસ્તારની. માનવીય આધાર પર લોકોને સહાયતા પહોંચાડનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા વર્લ્ડ વિઝને કહ્યું કે, ભૂખથી જીવ બચાવવા માટે અંગોલામાં 12 વર્ષ સુધીની છોકરીઓ 30 રૂપિયામાં દેહ વેપાર કરી રહી છે.

દક્ષિણ આફ્રિકાના કેટલાંય વિસ્તારોમાં ખાવા માટે પણ વલખા મારવા જેવી સ્થિતિ છે. યુનાઇટેડ નેશન્સનું કહેવું છે કે, દક્ષિણ આફ્રિકામાં સાડા ચાર કરોડ લોકો ખાવાની સમસ્યાથી ટળવળી રહ્યા છે. તેની પાછળનું કારણ દુકાળ, પૂર,આર્થિક સ્થિતિને મનાય છે.

વર્લ્ડ વિઝનનું કહેવું છે કે, તેમના સ્ટાફે જોયું છે કે, અંગોલા અને ઝિમ્બાવેમાં દેહ વેપાર કરનારી છોકરીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે, સંકટના કારણે બાળ વિવાહનો ભય વધ્યો છે.

અંગોલામાં વર્લ્ડ વિઝનના ઇમરજન્સી ડાયરેક્ટર રોબર્ટ બુલ્ટને કહ્યું- હોઇ શકે છે કે, અહીં છોકરીઓને સેક્સ માટે 72 રૂપિયા(સ્થાનિક મુદ્દામાં 500 ક્વાન્ઝા) મળે અથવા 29 રૂપિયા(200 ક્વાન્ઝા)પણ મળી શકે છે.

રોબર્ટે કહ્યું કે, ગત એક વર્ષમાં કેટલાય અનાજના ભાવ બે ગણા વધી ગયા છે અને જે લોકો પાસે પૈસા નથી તે લોકોને ખરીદવામાં મુશ્કેલી પડી રહી છે. ઝિમ્બાબ્વે અંગે કેર ઇન્ટરનેશનલ સંસ્થાએ એમ પણ કહ્યું છે કે 14 વર્ષ સુધીની છોકરીઓ દેહ વેપાર કરે છે. સંસ્થાના પ્રાદેશિક લિંગ નિષ્ણાત એવરજોય મહુકુએ કહ્યું – કેટલીકવાર આ યુવતીઓને ફક્ત 22 રૂપિયા મળે છે.

એકશન એડના રિઝનલ એડવાઇઝર ચિકોન્ડી ચબવુતા એ કહ્યું કે મલાવી અને મોઝામ્બિકમાં પણ છોકરીઓ અને મહિલાઓને જબરદસ્તી દેહ વેપાર કરવો પડી રહ્યો છે. આફ્રિકાના કેટલાંય ભાગોમાં 1981ના બાદથી અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. યુનાઇટેડ નેશન્સનું માનવું છે કે તેની પાછળ ગ્લોબલ વોર્મિંગ પણ એક કારણ છે. ઝામ્બિયા, મડાગાસ્કર, નામિબિયા, લેસોથો, અને ઇસ્વાતિની જેવા આફ્રિકન દેશ પણ આનાથી પ્રભાવિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *