માત્ર 2 ઉપાયથી ખરતા વાળની સમસ્યા થશે દૂર, આ રીતે લગાવો મેથીના દાણાની પેસ્ટ

helth tips

વાળ ખરવા, તેનુ અયોગ્ય સમયે સફેદ થવું, ઓઇલી સ્કેલ્પ અને આવી જ કેટલીક સમસ્યાઓથી તમે રોજ પસાર થતા હશો. પરંતુ શું તમે જાણો છો કે તમારી રસોઇમાં ઉપયોગમાં લેવાતી મેથી કોઇ જાદુઇ બીજથી કમ નથી. જે તમારા વાળની સમસ્યાઓને દૂર કરવા માટે ફાયદાકારક છે.

મેથીના બીજ વિભિન્ન પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે વાળને સફેદ થવાથી બચાવવામાં મદદ કરે છે. મેથીના બીજ રોજ ખાવાથી વાળ સફેદ થતા નથી. એટલું જ નહીં તે ચહેરા માટે સારુ માનવામાં આવે છે. તે મુક્ત કણોને નષ્ટ કરે છે. જેનાથી ચહેરાની ફાઇનલાઇન અને કરચલી જેવી સમસ્યાઓને દૂર કરે છે. તો આવો વાળ માટે કેટલાક પ્રાકૃતિક ઉપાય જાણીએ.

સામગ્રી

1 મુઠ્ઠી – ફુદીનાની પાન (પીસેલા)
5 મોટી ચમચી – તલનું તેલ
2 મોટી ચમચી – મેથીના બીજ

બનાવવાની રીત

– એક બાઉલમાં તેલ ગરમ કરઓ ને તેમા પાન અને બીજ ઉમેરી લો.
– એક વખત જ્યારે તે તતડી જાય એટલે સ્ટવથી ઉતારી લો અને ઠંડુ થવા દો.
– તેલને વાળ પર લગાવી લો.
– આ તેલ સ્કેલ્પ પર બેક્ટેરિયાથી છૂટકારો મેળવવામાં મદદ કરશે અને વાળને રોમ છિદ્રોનો પણ પોષણ આપશે.
– નિયમિત આ તેલનો ઉપયોગ કરવાથી વાળનો વિકાસ થશે.
ઉપાય – 2

સામગ્રી

2 મોટી ચમચી – એરંડાનું તેલ
3 ચમચી – મેથીના બીજની પેસ્ટ
1 મોટી ચમચી – આંબળા પાવડર

બનાવવાની રીત

– સૌ પ્રથમ દરેક સામગ્રીના મિશ્રણને તમારા સ્કેલ્પ પર લગાવી લો.
– આ મિશ્રણને તમારા વાળના મૂળ અને સ્કેલ્પ પર એક કલાક લગાવી રાખો. તે બાદ તેને શેમ્પુથી ધોઇ લો.
– અઠવાડિયામાં બે વખત આ ઉપાય કરો.

Leave a Reply

Your email address will not be published.