માતા-પિતાની આંખ ઉઘાડતો કિસ્સો! social media પર પ્રેમ પાંગર્યો, લગ્ન કરવા યુવતી છત્તીસગઢથી અરવલ્લી પહોંચી

Uncategorized

મોબાઇલ અને સોશિયલ મીડિયાનું (mobile and social media) ઘેલુ આજના યુવાપેઢીને એટલી લાગ્યું છે કે કારર્કિદી નિર્માણના ઉજળી તક ખોઇ પ્રેમની વાટ (love) પકડી છે અને આ બધી બાબતોથી માતા-પિતા સાવ અજાણ હોય છે જે ભારે મુશ્કેલી સર્જી શકે છે તેવો આંખ ઉઘાડતો કિસ્સો અરવલ્લી જિલ્લામાં (arvalli news) સામે આવ્યો છે.

વાત છે મેઘરજ તાલુકાના એક ગામનો ધોરણ-12માં અભ્યાસ કરતો 17 વર્ષનો છોકરો અને છત્તીસગઢની 18 વર્ષની છોકરી મોબાઇલમાં ઇનસ્ટાગ્રામના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા અને ધીમે ધીમે પરીચય એટલો ગાઢ બન્યો કે ચાર મહિના સુધી એકબીજા સાથે વાત કરતા રહ્યા હતા અને પ્રેમમાં અંધ બનેલા બન્ને એકબીજા સાથે લગ્ન કરવાનો પણ નિર્ણય કરી નાંખ્યો ને છોકરીને છતીસગઢથી છેક અરવલ્લીના ગામ સુધી બોલાવી લીધી.

અચાનક ઘરે આવેલી છોકરીને જોઇને દિકરાના પરીવારજનોએ પુછપરછ કરતા જાણવા મળ્યુ કે તે છત્તીસગઢથી આવી છે. શરૂઆતમાં છોકરાના મા-બાપ દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો પણ લગ્ન કરવાના ઇરાદે આવેલી છોકરી મક્કમ જ રહી આખરે છોકરના મા-બાપે 181 અભયમ હેલ્પલાઇન પર ફોન કરી મદદ માંગી
જેમાં અભયમ ટીમના કાઉન્સેલર ચૌધરી ચેતના કોન્સ્ટેબલ ભાવના બેન ટીમ સાથે રાત્રે 11:18 વાગે મેઘરજના ગામમાં પહોચીને છોકરી- છોકરાનું કાઉન્સેલર હાથ ધર્યુ હતું.

તો જાણવા મળ્યુ કે છોકરી ઘરેથી કોઇને કહ્યા વગર અને છોકરા જોડે હવે લગ્ન જ કરવા નીકળી ગઇ હતી અને ઘરે નથી જવુ તેવી જીદ પકડીને બેઠી હતી તો સામે છોકરો પણ લગ્ન કરવા જીદ પકડીને બેઠો હતો. છોકરી સાથે વાત કરતા કહ્યુ કે છોકરાએ મને લોકેશન શેર કર્યુ હતુ એ લોકેશન આધારે અહિયા સુધી આવી પોહચી છોકરો મને બહુ જ પ્રેમ કરે છે અને મને મહારાણીની જેમ રાખશે ફરવા લઇ જશે એવા સ્વપ્નો બતાવેલા જેને લીધે છેક અહિ સુધી આવી છું.

આ કિસ્સા પર વાલીઓ પણ ચિંતા કરવાની સાથે તકેદારી રાખવા જેવી છે કે બાળકોને ઓનલાઇન શિક્ષણ માટે જે મોબાઇલ લઇ આપ્યો છે તેમાં બાળકો સોશ્યિલ મીડિયાનો કઇ કઇ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે અને તેમનુ મિત્રવર્તૂળ કોણ કોણ છે તે ખરેખર જાણવુ જરૂરી છે. વાલીઓ માટે આ એક આંખ ઉઘાડતો કિસ્સો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *