માતા બે દીકરીઓની સામે જ દિયર સાથે શારીરિક સંબંધ બાંધતી, હરકતોથી કંટાળી પુત્રીઓ ભર્યું આ પગલું

GUJARAT

શહેરના એક વિસ્તારમાં રહેતી એક પરિણીતા પતિની ગેરહાજરીમાં દિયર સાથે રંગરલિયા મનાવતી હતી. આટલું જ નહીં પરિણીતા તેની બન્ને દીકરીઓની સામે જ દિયર સાથે સેકસ માણતી હતી. જેથી બન્ને બહેનો ઘરેથી નીકળીને તેના મિત્રના ઘરે પહોંચી હતી. ત્યાંથી મહિલા હેલ્પલાઇન ૧૮૧માં ફોન કરીને મદદ માગી હતી.

જોકે, પરિણીતાને તેના દિયર સાથે રહેવું હોય હતું જ્યારે બન્ને દીકરીઓને માતા સાથે રહેવું ન હતું. જેથી પિતા બન્ને દીકરીને લઇને વતન જતા રહેતા સમાધાન થઇ ગયું હતું.

૧૮૧ની ટીમે બન્ને બહેનોનું કાઉન્સેલિંગ કરતા જણાવ્યું કે, તેઓ મૂળ યુપીના અને હાલમાં અમદાવાદ ખાતે રહે છે. તેમના પિતા મજૂરીકામ કરે છે. જ્યારે તેમના પરિવારમાં માતા પિતા, કાકા અને ભાઇ સાથે રહે છે. તેમના કાકા અપરિણીત છે. બાદમાં બન્ને બહેનોએ કહ્યું કે, તેઓ નાના હતા ત્યારથી તેમની માતાનું અફેર કાકા સાથે ચાલે છે. બન્ને બહેનો મોટી થઇ ગઇ હોવા છતાં તેમની સામે જ માતા અને કાકા બન્ને સેક્સ માણે છે.

બન્ને બહેનોએ માતાને આવી હરકતો ન કરવા ટકોર કરી હતી. જેથી માતા અને કાકાએ બન્ને બહેનોને ધમકી આપી હતી. આથી તે ઘર છોડીને નારોલ ખાતે બહેનપણીના ઘરે પહોંચી હતી.

બીજી તરફ, બન્ને બહેનોએ તેના પિતાને ત્યાં બોલાવીને સમગ્ર ઘટનાની જાણ કરતા તેઓને આઘાત લાગ્યો હતો. અંતે દીકરીઓને પિતા પોતાના વતન ઉત્તરપ્રદેશ જવા તૈયાર થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *