માસિક આવ્યાના આગલે દિવસે જ નિરોધ વગર સેક્સ કર્યું હતું તો મને ગર્ભ નહિ રહે ને…

Uncategorized

પ્રશ્ન : હું 29 વર્ષની પરિણીત મહિલા છું. મારી દીકરી ત્રણ વર્ષની છે. હવે હું અને મારા પતિ બીજું બાળક પ્લાન કરવા ઇચ્છીએ છીએ કારણ કે મેં સાંભળ્યું છે કે 30 વર્ષ પછી માતા બનવામાં સમસ્યા નડે છે. મારે એ જાણવું છે કે બે બાળકો વચ્ચે કેટલું અંતર રાખવું જોઇએ? એક મહિલા (રાજકોટ)

ઉત્તર : બીજું બાળક ક્યારે લાવવું તેનો કોઈ ચોક્કસ સમય હોતો નથી. બે બાળકોનાં જન્મ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ તે વિશે દરેક કપલની માન્યતા અલગ અલગ હોય છે. બાળકના જન્મની એક કપલ પર ઈમોશનલ અને ફાઈનાન્સિયલ અસર ચોક્કસ થાય છે.

બે બાળકો વચ્ચેનું અંતર કપલની પરિસ્થિતિ પર આધારિત હોય છે. કેટલાક દંપતી બે બાળકો વચ્ચે વધારે અંતર રાખે છે, જેથી બંને બાળકોને પૂરતો ટાઈમ આપી શકે તો કેટલાક દંપતી બે બાળકો વચ્ચે ઓછું અંતર રાખે છે, જેથી બંને બાળકોને રમવા માટે એકબીજાની કંપની મળી રહે.

આર્થિક સ્થિરતા કોઈપણ પરિવાર માટે અગત્યની છે. દરેકને ખબર હોય જ છે કે બાળકના જન્મ પછી તમારો વાર્ષિક ખર્ચો વધી જવાનો છે એટલે બાળકના ઉછેર માટે બચત હોવી જરૂરી છે.

તમે અને તમારા પાર્ટનર બંને એક જ સમયે બીજું બાળક લાવવા ઈચ્છો છો કે બંનેના વિચાર શું છે એની એકબીજા સાથે ચર્ચા કરવી જોઇએ. જ્યારે તમે બંને તૈયાર હોવ ત્યારે જ બીજું બેબી પ્લાન કરવું જોઈએ.

ગર્ભધારણમાં ઉંમર પણ અગત્યનો ભાગ ભજવે છે. રિસર્ચ પ્રમાણે 35-40 વર્ષની વયે પહોંચ્યા બાદ મહિલાઓને સરળતાથી પ્રેગ્નેન્સી રહેતી નથી. જો કે ઘણા કિસ્સામાં મહિલાઓ 40ની ઉંમરે પણ માતા બની છે.

પ્રશ્ન : નમસ્તે, મારી છેલ્લી માસિકની તારીખ હતી તેના બરાબર આગલા દિવસે મેં અને મારા પાર્ટનરે સેક્સ કર્યું હતું. તે સમયે અમે નિરોધનો ઉપયોગ નહોતો કર્યો, કારણ કે એ ક્વિક સેક્સ હતું, અમે બંને ઘણાં ઉત્તેજિત થઇ ગયાં હતાં. તે દિવસે સેક્સ કર્યું એ જ રાત્રે મને માસિક આવી ગયું હતું, પણ તે દિવસે અમે નિરોધનો ઉપયોગ નહોતો કર્યો તેથી મને ડર લાગે છે કે મને ગર્ભ નહીં રહી જાયને? મને યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબઃ ના, તમને ગર્ભ નહીં રહે માટે એ વિશે ચિંતા ન કરશો, પણ હવે આ રીતે નિરોધ વગર સેક્સ ન કરવું, કારણ કે ઘણી વાર એવું બનતું હોય છે કે માસિક ગયાના બીજા પંદર દિવસોમાં પણ નિરોધનો ઉપયોગ ન કરવાથી ગર્ભ રહી જવાના ચાન્સ રહે છે. જે સ્ત્રીઓને માસિક અનિયમિત હોય તેમણે તો ખાસ ધ્યાન રાખવું જોઇએ, કારણ કે આ ગંભીર વાત છે. બાકી હાલ તમારે આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. બસ, આગળથી ધ્યાન રાખવું.

Leave a Reply

Your email address will not be published.