સવાલ: આઠ વર્ષ પહેલાં મને પ્રસૂતિ આવી ત્યારથી આજ સુધી યોનિમાંથી સફેદ પ્રવાહી નીકળ્યા કરે છે. મેં બધી જાતની દવાઓ અજમાવી જોઈ, પણ તેમાં કોઈ સુધારો જણાતો નથી. તમે આ તકલીફનો કોઈ ઉપાય બતાવશો?
એક સ્ત્રી (મુંબઈ)
જવાબ: તમને જો આઠ વર્ષથી શ્વેત પ્રદરની તકલીફ હોય અને તે દવાઓ લેવા છતાં દૂર ન થઈ હોય, તો પણ તેનું કારણ સામાન્ય જેવ જેવું મામૂલીયે હોઈ શકે છે અને કશુંક વધારે ગંભીર પણ હોઈ શકે છે. શ્વેત પ્રદરના આ સ્ત્રાવને પ્રસૂતિ સાથે સંબંધ હોય પણ ખરો અને ન પણ હોય. તેથી આઠ આઠ વર્ષથી ઘર કરી ગયેલી આ જીર્ણ બીમારીનું સાચું કારણ નક્કી કરવા તમે કોઈ કુશળ સ્ત્રીરોગ નિષ્ણાતને મળો તે ખૂબ જરૂરી છે.
સવાલ: દર મહિને મને માસિક તેના નિર્ધારિત સમય કરતાં આઠ-દિવસ મોડું આવે છે. કેટલીકવાર તોે પંદર દિવસ જેટલું મોડું થઈ જાય છે. આના લીધે ભવિષ્યમાં કોઈ ગૂંચવાડો ઊભો થશે નહીં. યોગ્ય સલાહ આપશો.
એક યુવતી (અમદાવાદ)
જવાબ: માસિક મોડું આવવાની તકલીફ સ્ત્રીઓમાં સામાન્ય છે. વહેલું ગર્ભધારણ, હોર્મોનના પ્રમાણમાં ગરબડ માનસિક તાણ, લાંબો પ્રવાસ, બીજી કોઈ બીમારી મટાડવા તમે લેતાં હો તે દવાઓ, અંત:સ્ત્રાવ ગ્રંથિની ગરબડ વગેરે જેવાં અનેક કારણોના લીધે માસિક મોડું આવી શકે છે. આ સમસ્યાના વધુ ચોક્કસ નિદાન માટે ઉંમર, બીજી શારીરિક તકલીફો, બીમારીને લગતાં બીજા લક્ષણો વગેરે જેવી તમામ વિગતો જાણવી જોેઈએ. તેથી મને લાગે છે કે તમને માસિક શા માટે મોડું આવે છે તે નક્કી કરવા સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટરને મળશો.