મારો બોયફ્રેન્ડ અમારા સિક્રેટ રિલેશનની ચર્ચા એના દોસ્તોના વોટ્સપ ગ્રુપમાં કરે છે કે અમે કયી કયી પોઝિશનમાં શું કર્યું એ…

GUJARAT

પ્રશ્ન : મારો દીકરો તરુણાવસ્થામાંથી પસાર થઇ રહ્યો છે. છેલ્લાં થોડાક સમયથી તેનો છાતીનો ભાગ જાણે ઉપસી રહ્યો હોય એમ લાગે છે. શું તેને કોઇ જાતીય સમસ્યા હશે? એક મહિલા (રાજકોટ)

ઉત્તર : તરુણાવસ્થામાં છોકરા અથવા તો છોકરીનાં શરીરમાં અનેક પરિવર્તન આવે છે. આ સમયગાળા દરમિયાન ઘણા છોકરાઓ આવી સ્થિતિમાંથી પસાર થાય છે. છોકરાઓમાં છાતીનો ઉભાર વધી જવાની સ્થિતિને અંગ્રેજીમાં ગાયનેકોમેસ્ટિયા કહેવામાં આવે છે. 17થી 18 વર્ષની વય સુધી રાહ જુઓ. છાતીનો ભાગ વધુ મોટો ન લાગે એ માટે ખાસ ટાઇટ ગંજી આવે છે એ પહેરાવાનું રાખો.

17-18 વર્ષની વય પછી હોર્મોન્સમાં સંતુલન આવે છે. જો પછી પણ પરિસ્થિતિમાં બદલાવ ન આવે તો હોર્મોન સ્પેશ્યાલિસ્ટને બતાવી ઓપરેશનથી આ તકલીફનું નિરાકરણ થઇ શકે છે. આ તકલીફ નોર્મલ રીતે પણ થઇ શકે અને અમુકવાર અમુક બીમારીઓનો કારણે અથવા અમુક મેડિકલ કન્ડશિન માટે વપરાતી દવાઓના લીધે પણ થઇ શકે. સામાન્ય રીતે જન્મ વખતે પુખ્તત્વના વિકાસ વખતે અને મોટી ઉંમરમાં આ તકલીફ થવાની સંભાવનાઓ હોય છે. ઘણીવાર આ તકલીફ દવાઓથી મટી શકે તો અમુકવાર ઓપરેશન કરીને તેને દૂર કરવામાં આવતી હોય છે

પ્રશ્ન : હું એક છોકરા સાથે છેલ્લા 4 વર્ષથી રિલેશનશિપમાં છું. અમારી વચ્ચેના સંબંધો મજબૂત છે પણ મારી સમસ્યા એ છે કે મારા બોયફ્રેન્ડના બીજા ઘણાં ગાઢ મિત્રો છે. હાલમાં મેં જ્યારે મારા બોયફ્રેન્ડની વોટ્સએપ ચેટ વાંચી ત્યારે મને ખબર પડી તેણે રિલેશનશિપની અમારી સિક્રેટ વાતો તેનાં ઘણા મિત્રો સાથે શેર કરી છે. મને તેનું આ વર્તન બિલકુલ પસંદ નથી પડ્યું.

મેં જ્યારે તેને આ વિશે સવાલ કર્યો તો તેણે મને કહી દીધું કે તેને પોતાના ફ્રેન્ડ્સ પર વિશ્વાસ છે અને માટે તે લિમિટમાં રહીને બધી વાતો કરે છે. શું મારા બોયફ્રેન્ડનું આ વર્તન વિશ્વાસપાત્ર ગણાય? તે આ સંબંધ માટે ગંભીર તો હશે ને? મારે શું કરવું જોઇએ? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : તમારો બોયફ્રેન્ડ તમારા અંગત સંબંધની ચર્ચા એક કરતા વધારે મિત્રો સાથે કરતી હોય એ બિલકુલ યોગ્ય નથી. જો તમને તમારા બોયફ્રેન્ડનું વર્તન સંદેહાસ્પદ લાગતું હોય તો તમારે પોતાનું વર્તન પણ ચકાસવાની જરૂર છે. શું તમે દરરોજ તેનો ફોન ચેક કરો છો અથવા તેની પળે-પળ પર નજર રાખો છો? જો આ સવાલનો જવાબ ‘હા’માં હોય તો તમારે વિચારવાની જરુર છે.

તમારા આવા વર્તનના કારણે તેને બંધનની અનુભૂતિ થતી હશે અને જ્યારે તે તેના ફ્રેન્ડ્સને મળવા જતો હશે તે વિશે તમને કંઈ કહેતો નહીં હોય. કોઈ છોકરાને એવું પસંદ ન હોય કે તે ક્યાં જાય છે અને શું કહે છે તેના પર તેની પાર્ટનર બારીકાઈથી નજર રાખે. તમારા સિવાય પણ તમારા બોયફ્રેન્ડનું જીવન છે, અને તમારે તેના માટેની આઝાદી આપવી જોઈએ.

તે જેવો છે તેવો તેને સ્વીકારવા તૈયાર રહેશો તો જ રિલેશનશિપ ટકી રહેશે. જો તમારો બોયફ્રેન્ડ અંગત વાતો મિત્રો સાથે કરતો હોય એ તમને ગમતું ન હોય તો આવા વિષય પર લડવા ઝઘડવાની બદલે તેની સાથે શાંતિથી વાત કરો. જો તમને તેના પર વિશ્વાસ હોય તો ખોટી શંકાઓ ઉભી ન કરો અને તેને વધુ પ્રેમ કરો. આ વાત ખાસ ધ્યાન રાખો કે તમારો બોયફ્રેન્ડ તમારી માલિકીની વસ્તુ પણ નથી. કોઇ યુવક તમારો બોયફ્રેન્ડ હોય તો એનો મતલબ એ નથી કે તમે એને કંટ્રોલમાં રાખો, પણ તમે તેને પ્રેમ તો કરી શકો છો. તેની સાથે ખુલ્લા મને વાત કરો અને તેની લાગણી જાણીને તમારા સંબંધો જાળવો.

Leave a Reply

Your email address will not be published.