મારો પ્રેમી હવે અમારા લગ્ન થવાના હોવાથી સમાગમની માંગ કરે છે અને હું ના પાડું તો…

GUJARAT

પ્રશ્ન : પીરિયડ્સ અને લગ્નની તારીખ એકસાથે આવે છે. હું શું કરું? એક યુવતી (રાજકોટ) ઉત્તર : કોઇપણ યુવતી માટે લગ્નનો દિવસ બહુ ખાસ હોય છે. જો આ દિવસની સાથે કોઈ પણ છોકરી માટે લગ્નનો દિવસ ખૂબ જ વિશેષ હોય છે અને કોઈ પણ કારણોસર તે તે ખાસ દિવસ બગાડવા માંગતી નથી.પીરિયડ્સ કોઈ પણ સ્ત્રીનાં શરીરમાં થતી કુદરતી પ્રક્રિયા છે અને દર મહિને છોકરીઓને આ દિવસોમાંથી પસાર થવું પડે છે.

જો તમારી પીરિયડની તારીખ અને લગ્નની તારીખ એકસરખી છે, તો થોડા દિવસ પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઇએ. ડોકટરની દવા સાથે તમે પીરિયડ્સની તારીખ ચારથી પાંચ દિવસ સુધી લંબાવી શકો છો પરંતુ કોઈ નિર્ણય લેતા પહેલાં ડોક્ટર સાથે વાત કરો. જો દવા લીધા પછી પણ જો લગ્નના દિવસે અચાનક જ પીરિયડ શરૂ થઇ જાય તો સમસ્યા ઉભી થઇ શકે છે. આ કારણોસર સેનિટરી પેડ્સ અથવા માસિક કપ તમારી સાથે રાખો જેથી તેનો સમયસર ઉપયોગ થઈ શકે.

પ્રશ્ન : મેં મારા પ્રેમી સાથે અનેક વાર સાથ માણ્યો છે. એનું કહેવું છે કે આપણા લગ્ન થવાના હોવાથી મારે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ મને ડર લાગે છે કે જો કંઇ અજુગતું બન્યું તો? મારે એને કેવી રીતે સમજાવવો? એક યુવતી (રાજપીપળા)

ઉત્તર : પહેલી વાત તો એ કે આમાં માત્ર તમારો પ્રેમી જ નહીં, તમારો પણ દોષ છે કેમ કે આપણે ત્યાં લગ્ન પહેલાં શારીરિક સંબંધ માણવાનું ઉચિત મનાતું નથી, ત્યારે તમે તો એની સાથે અનેક વાર સંબંધ માણ્યો છે. જો એ એમ કહેતો હોય કે તમારાં બંનેના લગ્ન થવાના હોવાથી સાથ માણવામાં કંઇ વાંધો નથી અને તમે એની વાત માની લેતાં હો તો બીજું કંઇ કહેવા-કરવાનું રહેતું જ નથી.

તમને ચિંતા થાય એ સમજી શકાય એમ છે કે કંઇ અજુગતું બન્યું તો સ્વાભાવિક રીતે જ દુનિયા અને ઘરના લોકો તમારો જ વાંક કાઢવાના. તમે એને સમજાવો અને પહેલાં લગ્ન કરી લેવા માટે તૈયાર કરો. તમારું ભવિષ્ય તમારા વર્તમાન પર આધારિત છે. તમે જે કંઇ પણ કરો છો એની અસર ચોક્કસપણે તમારા આવનારા ભવિષ્ય પર પડે છે. તમે એક પણ વાર વિચાર્યું છે કે જો તમારો પ્રેમી તમારી સાથે લગ્ન કરવાની ના પાડી દેશેે તો તમે શું કરશો? તમારે વાસ્તવિકતાની જમીન પર રહીને મક્કમ નિર્ણય લેવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *