મારો પ્રેમી બીજા શહેરમાં રહે છે અને એ 3-4મહિને આવે તો મને ગોળી ગરાવીને ધરાઈને હોટેલમાં મજા માણે છે તો શું એ…

GUJARAT

હું ૩૦ વર્ષનો છું. મારી સમસ્યા એ છે કે છેલ્લા સાત-આઠ મહિનાથી મારા હાથ કાંપે છે. માથાના વાળ પણ ખરવા માંડયા છે. તેમજ બેઠા પછી ઊભો થાઉં છું તો મને ચક્કર આવે છે. આ માટે મેં ડૉક્ટરની સલાહ લઇને દવા પણ કરી પરંતુ ફાયદો થતો નથી. મારી સમસ્યાઓનું સમાધાન સૂચવવા વિનંતી.
એક ભાઇ (વલસાડ)

તમારા પત્ર પરથી લાગે છે કે તમે એન્ઝાઇટી ડિસઓર્ડરનો ભોગ બન્યા છો. આમા ઘણા લોકોનો શ્વાસ ફૂલે છે અને હાથ-પગ કાંપે છે. એક અજાણ ડર મનમાં રહે છે. આના ઇલાજ માટે રિલેક્સેસન વ્યાયામ, યોગ અને દવાઓ જ છે. તમારે કોઇ મનોચિકિત્સકની સલાહ લેવાની જરૂર છે.

મારા એરેન્જડ મેરેજ છે. મારા લગ્નને બે વરસ થયા છે. મારી પુત્રીના જન્મ સુધી બધુ ઠીકઠાક ચાલતું હતું. એ પછી મેં નોકરી બદલી અને હવે મારે વધારે કલાક કામ કરવું પડે છે. પરંતુ મારો પગાર પણ સારો છે. હવે અચાનક જ મારી સાસુનું વર્તન બદલાઇ ગયું છે. અને તેઓ નાની નાની વાતે મારી ભૂલ કાઢ્યા કરે છે. શું કરવું એ મને સમજાતું નથી.
એક બહેન (અમદાવાદ)

શું તમે પુત્રીને જન્મ આપ્યો એટલે તેઓ નારાજ છે? આ ઉપરાંત ઘરના કામ એકલપંડે કરતા પણ તેઓ થાકી જતા હશે. આ ઉંમરે કામનો બોજો તેમને થકવી મૂકતો હશે. શિશુ તેમજ ઘરની જવાબદારી સંભાળવામાં તેમને મુશ્કેલી પડતી હોવાની શક્યતા છે. તેમની સાથે ચર્ચા કરી આનું કારણ પૂછો અને તેમના પર કામનો બોજો વધુ હોય તો કોઇ બાઇ રાખી તેમને થોડો આરામ મળે એવું કરો. તેમને થોડો આરામ મળે એવો વિકલ્પ શોધો. તો પરિસ્થિતિ સુધરી જશે.

હું અને મારો પ્રેમી અલગ અલગ શહેરમાં રહીએ છીએ અને અમે ત્રણે ચાર મહિને મળીએ છીએ. અને તે સમયે પાંચ-છ કલાક સાથે રહીએ છીએ અને ત્રણથી ચાર વાર સમાગમ કરીએ છીએ. અમારી સમસ્યા એ છે કે અમને કોન્ડોમનો વપરાશ ગમતો નથી. કારણ કે, મને ઘણું દુ:ખે છે. તો શું હું ૭૨ કલાકની અંદર ગળવામાં આવતી ગોળી વાપરી શકું છું?
એક યુવતી (અમદાવાદ)

આ ગોળી ગર્ભથી બચાવે છે પરંતુ દર વખતે ગર્ભ નિરોધક ગોળી તરીકે તેનો ઉપયોગ કરવો યોગ્ય નથી. હજુ તમે અપરિણીત છો આથી તમારે કોન્ડોમ વગર સંભોગ કરવાનું જોખમ લેવું જોઈએ નહીં. શક્ય હોય તો કોઈ નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈ તેમણે સૂચવેલી પધ્ધતિનો વપરાશ કરો.

Leave a Reply

Your email address will not be published.