મારો બોયફ્રેન્ડ મારા જોડ છેલ્લા 3 વર્ષથી સમાગમ માણતો આવ્યો છે પણ હવે તે મને…..

GUJARAT

પ્રશ્ન : મેં મારા પ્રેમી સાથે અનેક વાર સાથ માણ્યો છે. એનું કહેવું છે કે આપણા લગ્ન થવાના હોવાથી મારે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ મને ડર લાગે છે કે જો કંઇ અજુગતું બન્યું તો? મારે એને કેવી રીતે સમજાવવો? એક યુવતી (રાજપીપળા)

ઉત્તર : પહેલી વાત તો એ કે આમાં માત્ર તમારો પ્રેમી જ નહીં, તમારો પણ દોષ છે કેમ કે આપણે ત્યાં લગ્ન પહેલાં શારીરિક સંબંધ માણવાનું ઉચિત મનાતું નથી, ત્યારે તમે તો એની સાથે અનેક વાર સંબંધ માણ્યો છે. જો એ એમ કહેતો હોય કે તમારાં બંનેના લગ્ન થવાના હોવાથી સાથ માણવામાં કંઇ વાંધો નથી અને તમે એની વાત માની લેતાં હો તો બીજું કંઇ કહેવા-કરવાનું રહેતું જ નથી.

તમને ચિંતા થાય એ સમજી શકાય એમ છે કે કંઇ અજુગતું બન્યું તો સ્વાભાવિક રીતે જ દુનિયા અને ઘરના લોકો તમારો જ વાંક કાઢવાના. તમે એને સમજાવો અને પહેલાં લગ્ન કરી લેવા માટે તૈયાર કરો. તમારું ભવિષ્ય તમારા વર્તમાન પર આધારિત છે. તમે જે કંઇ પણ કરો છો એની અસર ચોક્કસપણે તમારા આવનારા ભવિષ્ય પર પડે છે. તમે એક પણ વાર વિચાર્યું છે કે જો તમારો પ્રેમી તમારી સાથે લગ્ન કરવાની ના પાડી દેશેે તો તમે શું કરશો? તમારે વાસ્તવિકતાની જમીન પર રહીને મક્કમ નિર્ણય લેવાની જરૂર છે.

સવાલ- હું મારા જ જ્ઞાતિમાં એક યુવકને પ્રેમ કરું છું છેલ્લા 3વર્ષથી.અમે બધું કરી લીધું કેટકેટલીયવાર પણ તે હવે મને છોડી દેવા ફરે છે અને હું હજુપણ એના જ પ્રેમમાં પાગલ છું, તો હું શું કરું

જવાબ- જે માણસ તમને ખાલી પોતાની કામવાસના સંતોષવા જ રાખતો હોઈ એની જોડે હવે તમારે રહીને શુ કામ છે ? ભલે જતો જવા દો, સમાજ માં બીજા સારા છોકરા તમને તમારા લગ્ન માટે મળી જ રહેવાના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *